ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Driving Licence Renewal RTO Coronavirus Lockdown India Update Min

ગુડ ન્યૂઝ / કોરોના સંકટમાં ડ્રાઈવિંગ લાયસન્સને લઈને સરકારે આપી મોટી રાહત, 30 જૂન સુધી વધારી તારીખ

Published By: Bhushita

Last Updated: 03:16 PM, 31 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય મોટર વાહન દસ્તાવેજો કે જે 1 ફેબ્રુઆરીએ અમાન્ય બન્યા હતા તે હવે 30 જૂન સુધી માન્ય રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ 19 (કોરોના વાયરસ) પરના દેશવ્યાપી લૉકડાઉનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યંત ચેપી રોગ કોરોના વાયરસ સામે લડવા માટે દેશને ગયા અઠવાડિયે લોકડાઉન કરવામાં આવ્યું છે, જે 14 એપ્રિલ સુધી અમલમાં રહેશે.

ADVERTISEMENT

  • સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ
  • સરકારે ડ્રાઈવિંગ લાયસન્સમાં આપી રાહત
  • ડ્રાઈવિંગ લાયસન્સની તારીખ 30 જૂન સુધી વધારી


માર્ગદર્શન પરિવહન અને હાઇવે મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ અને નોંધણી કાગળો જેવા દસ્તાવેજો પર 30 જૂન સુધી માન્ય રાખવા જણાવ્યું છે.

લોકોની સુવિધા માટે આ નિર્ણય લેવાયો 

લોકડાઉનને એક અઠવાડિયું થયું છે. તેમ, રાજ્ય પરિવહન કચેરીઓ (આરટીઓ) બંધ હોવાને કારણે આ મોટર વાહન દસ્તાવેજોની માન્યતાને નવીનીકરણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી અથવા મોટર વાહનના નિયમ હેઠળ જાહેર કરેલા અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે. કેન્દ્રએ તમામ રાજ્યોને આ સલાહને "સંપૂર્ણ રીતે" લાગુ કરવા અપીલ કરી છે જેથી લોકો, પરિવહનકારો અને આવશ્યક સેવાઓ પૂરી પાડતા સંગઠનોને મુશ્કેલી ન પડે.

સંકળાયેલા મુદ્દાઓ

30 જૂન Coronavirus Driving Licence RTO Renewal lockdown કોરોના ડ્રાઈવિંગ લાયસન્સ રાહત રીન્યુઅલ લૉકડાઉન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ