બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / તમારા કામનું / આઇફોન પણ ન મળ્યો અને 5 હજાર રૂપિયા પણ ગુમાવ્યા, ફ્લિપકાર્ટ સેલમાં જબરા ઠગાયા
Last Updated: 08:55 PM, 6 October 2025
ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડેઝ સેલના થોડા દિવસો પહેલા જ iPhone 16 Pro માટે પ્રી-પાસ વેચવાનું શરૂ કર્યું હતું. જેમાં કંપનોનો દાવો હતો કે જેઓ 5000 રૂપિયાનો પાસ ખરીદશે તેમને ઓછી કિંમતે iPhone 16 Pro મળશે. પંરતુ આ સ્કીમને લઇ ફ્લિપકાર્ટ પર યુઝર્સ આરોપ લગાવી રહ્યા છે. કંપની જે લોકોને iPhone 16 Pro મળ્યો નથી તેમને પૈસા પરત કરી રહી નથી.
ADVERTISEMENT
બિગ બિલિયન ડેઝ સેલમાં અનેક લોકોએ આ પાસ ખરીદ્યો હતો અને લગભગ 70,000 રૂપિયામાં iPhone 16 Pro મેળવ્યો પણ હતો. કંપનીએ ઓછી કિંમતે મર્યાદિત સંખ્યામાં iPhone 16 Pro ફોન વેચ્યા હતા. આથી 5000 રૂપિયામાં પાસ ખરીદનારા બધાને iPhone 16 Pro મળ્યો નથી.
Shocking @Flipkart @FlipkartSupport! My order OD435534656088498100 (iPhone 16 Pro) placed during Big Billion Days as a Black Premium customer was CANCELLED after endless delays. Now the sale price is gone & phone costs more. This feels like a SCAM on loyal customers!… pic.twitter.com/z4BVPBJbJT
— Sneh (@Snehsk993) October 3, 2025
ADVERTISEMENT
અ સિવાય કેટલાક યુઝર્સે iPhone 16 Pro બુક પણ કરાવ્યો હતો, પરંતુ ફ્લિપકાર્ટે પછીથી તેને કેન્સલ કરી દીધો હતો. કેટલાક યુઝર્સે ફ્લિપકાર્ટ પર તેમના નજીકના હબ પર પહોંચ્યા બાદ તેમના ઓર્ડર રદ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. જેમાં અનેક યુઝર્સનો દાવો છે કે, જે લોકો iPhone 16 Pro મેળવી શક્યા નથી તેમને 5000 રૂપિયા પણ ગુમાવ્યા છે. કંપનીની શરતોમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે આ 5000 રૂપિયા પ્રી-ઓર્ડર પાસ રિફંડડેબલ નથી.
@Flipkart @flipkartsupport @kalyankrishnamu @consumercourtin
— Museb Shaikh (@musebshaikh17) October 6, 2025
Big Scam from @Flipkart in BIG BILLION DAYS . I ordered iphone 16 pro in BBD sale and select as NO COST EMI Option of 12 Months. Flipkart customer executive are saying this is technical issue. you have pay Full Amount.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ફ્લિપકાર્ટ દ્વારા પહેલાથી જ તેની ટર્મ્સ એન્ડ કન્ડીશનમાં સ્પષ્ટ કર્યું હતું કે આ 5000 રૂપિયાનો પાસ કેન્સલ કરી શકાતો નથી અને રિફંડડેબલ નથી આથી જો કોઈ કસ્ટમર પહેલા 48 કલાકમાં iPhone 16 Pro (128GB) ખરીદી નહીં શકે તો પાસ કેન્સલ કરવામાં આવશે અને પૈસા પરત કરવામાં આવશે નહીં.
આથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક યુઝર્સ કોર્ટમાં Flipkart સામે દાવો દાખલ કરવાની પણ વાત કરી રહ્યા છે. તેમનો દાવો છે કે હજારો યુઝર્સએ 5000 રૂપિયા ગુમાવ્યા છે અને Flipkart આમાંથી ખોટી રીતે પૈસા કમાઈ રહ્યું છે.
ADVERTISEMENT
Many users pre-booked the iPhone 16 Pro before Flipkart’s Big Billion Days sale. Some couldn’t complete their purchase due to limited stock, while others faced cancellations for unclear reasons. A few even had their orders shipped to the nearest hub and then cancelled. This ended… pic.twitter.com/fmN9sAcw4P
— Abhishek Yadav (@yabhishekhd) October 5, 2025
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, કેટલા લોકોએ 5000 રૂપિયાનો પાસ ખરીદ્યો અને કેટલા લોકોએ iPhone 16 Pro મેળવ્યો છે. પરંતુ X પરની મોટાભાગની પોસ્ટ્સમાં દાવો થઇ રહ્યો છે કે, 5000 રૂપિયાનો પ્રી-ઓર્ડર પાસ ખરીદ્યા હોવા છતાં લોકોને ડિસ્કાઉન્ટની કિંમતે iPhone 16 Pro મળ્યો નથી. આમ કંપનીએ યુઝર્સ પાસેથી 5000 રૂપિયા ચાર્જ કરીને સારો એવો નફો કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આથી કહેવાઈ રહ્યું છે કે, જેમને 5000 રૂપિયાના પાસમાં iPhone 16 Pro ડિસ્કાઉન્ટેડ દરે મળ્યો નથી તેમને પૈસા રિફંડ કરી દેવા જોઈએ અથવા બીજી પ્રોડક્ટ ખરીદવામાં એડજસ્ટ કરવા જોઈએ. પરંતુ કંપની લોકોની ફરિયાદ હોવા છતાં આમ કરી રહી નથી. જેથી સેંકડો લોકોને 5000 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.