બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભૂલથી પૈસા બીજાના એકાઉન્ટમાં જતા રહ્યાં? તો અપનાવો આ ટિપ્સ, મિનિટોમાં જ રૂપિયા રિટર્ન!

કામની વાત / ભૂલથી પૈસા બીજાના એકાઉન્ટમાં જતા રહ્યાં? તો અપનાવો આ ટિપ્સ, મિનિટોમાં જ રૂપિયા રિટર્ન!

Jinal Chauhan

Last Updated: 12:43 PM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે, જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોય તો હવે ગભરાશો નહીં.

એક બેંક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા એ ઘણા લોકો માટે રોજનું કામ છે. ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે પૈસા ટ્રાન્સફર કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈને પૈસા મોકલતી વખતે, ખોટો બેંક એકાઉન્ટ નંબર અથવા અન્ય કોઈ ખોટી માહિતી આપીને પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.

જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય તો ગભરાશો નહીં. પૈસા પાછા લાવવા માટે ઘણી રીત છે. પહેલા તો તાત્કાલિક તમારા બેંકમાં સંપર્ક કરો અને ફરિયાદ નોંધાવો.બેંક તપાસ કર્યા પછી તમારી રકમ પાછી મેળવવાની પ્રક્રિયા શરૂ કરશે.સમયસર પગલું ભરશો તો પૈસા પાછા મળવાની શક્યતા વધારે રહેશે.

Copy of સિંહ રાશિ (88)

સૌથી પહેલા શું કરવું?

જો તમે ભૂલથી ખોટા બેંક ખાતામાં પૈસા મોકલી દીધા હોય, તો ચિંતા ન કરો.તાત્કાલિક તમારા બેંકની ગ્રાહક સેવામાં ફોન કરો અથવા શાખામાં જાઓ.તેમને ટ્રાન્ઝેક્શન ID, મોકલેલી રકમ અને તારીખની માહિતી આપો.

બેંક આ માહિતી તપાસશે અને પૈસા પાછા મેળવવાની પ્રક્રિયા શરૂ કરશે.બેંક સ્ટેટમેન્ટ અને ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ તૈયાર રાખો જેથી પ્રક્રિયા ઝડપથી થશે.યાદ રાખો જેટલી વહેલી ફરિયાદ કરશો, એટલા વહેલા તમને તમારા પૈસા પાછા મળી શકશે.

vtv_app_add.width-800

આ પણ વાંચોઃ UPIથી પેમેન્ટ કરતા હોય તો ખાસ વાંચજો, 15 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ નિયમ

ખોટી ટ્રાન્જેક્શનની ફરિયાદ ક્યાં કરશો?

આજકાલ ઘણા લોકો પેમેન્ટ માટે UPIનો ઉપયોગ કરે છે.પરંતુ ક્યારેક ધ્યાન ન રાખવાથી પૈસા ખોટા UPI ID પર મોકલાઈ જાય છે.જો આવી ભૂલ થઈ હોય, તો પહેલા તમારી UPI એપમાં ફરિયાદ કરો.તે પછી એપના ગ્રાહક સેવામાં સંપર્ક કરો અને ટ્રાન્ઝેક્શનની તમામ વિગતો આપો.તેઓ તમારી ફરિયાદ તપાસશે અને પૈસા પાછા મેળવવાની પ્રક્રિયા શરૂ કરશે.

upi-last

તમે તમારી ફરિયાદ NPCI (National Payments Corporation of India) માં પણ કરી શકો છો.જેટલી વહેલી ફરિયાદ કરશો, એટલી વહેલી તમારા પૈસા પાછા મળવાની શક્યતા રહેશે.જો 30 દિવસમાં ઉકેલ ન મળે, તો તમે NPCIના ટોલ-ફ્રી નંબર 1800 120 1740 પર ફોન કરી શકો છો અથવા [email protected] પર ઈમેઈલ કરીને પણ ફરિયાદ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banking CustomerService UPI
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ