બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વળી ડિસ્પ્લેમાંથી નીકળતા કિરણો પણ આંખોને ઘણું નુકસાન પહોંચાડે છે. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના કમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. અનેક દર્દીઓની તપાસ અને રિસર્ચ પરથી ડોકટરોને એવું ચોંકાવનારુ તારણ મળ્યું હતું કે મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરનારા 60 ટકાથી વધુ લોકો મસ્ક્યુલોસ્કેલેટન ડિસઓર્ડરથી પીડાય છે.
200 થી વધુ લોકો પર કરાયું સંશોધન
ADVERTISEMENT
શરીરના સાંધામાં દુખાવો મસ્ક્યુલોસ્કેલેટન ડિસઓર્ડર કહેવામાં આવે છે. ડોકટરોના જણાવ્યા મુજબ કહ્યું છે 200 થી વધુ લોકો પર સંશોધન કર્યું છે. જેમાંના 54 ટકા લોકોએ પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી તેમાં એવા લોકો સામેલ હતા જેઓ કમ્પ્યુટર અને ફોન પર કલાકો સુધી વ્યસ્ત રહેતા હતા. પીઠનો દુખાવો લાંબા સમય સુધી એક જ જગ્યાએ ખોટી રીતે બેસવાથી થાય છે.
ADVERTISEMENT
ગરદનના દુખાવાને હળવાશથી ન લેવો
કમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી કમરની સાથે ગળામાં પણ ભારે દુખાવો થાય છે. આવા લોકોમાં ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ પણ હોઈ શકે છે.ડોકટરો માને છે કે લોકોએ ગરદનના દુખાવાને હળવાશથી ન લેવો જોઇએ.
ADVERTISEMENT
દર 20 મિનિટે આંટો મારવાની ટેવ પાડો
કારણ કે તે કરોડરજ્જુને અસર કરે છે,જે આગળ જતાં તે ગંભીર બિમારીનું રુપ લઇ શકે છે.ઉપરાંત હાથ અને પગની નબળાઇ પણ લાગે છે. ડોકટરોની સલાહ છે કે કમ્પ્યુટર અથવા લેપટોપનું ડિસ્પ્લે આંખોથી ઓછામાં ઓછું 80 સે.મી. દૂર હોવું જોઈએ.લાંબા સમય સુધી એક જગ્યાએ બેસવાની ટેવ હોય તો તે બદલી નાખો.દર 20 મિનિટ પછી ઉભા થાવ અને થોડા આંટા મારો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.