બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ગણપતિ બાપ્પા મોરયા કેમ બોલવામાં આવે છે? જાણો તેનો અર્થ અને રોચક ઈતિહાસ

ધર્મ / ગણપતિ બાપ્પા મોરયા કેમ બોલવામાં આવે છે? જાણો તેનો અર્થ અને રોચક ઈતિહાસ

Ajit Jadeja

Last Updated: 05:33 PM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganpati Bappa Morya Story : ભારતમાં ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે લોકોએ ગણપતિ બાપ્પાનું સ્વાગત ધામધૂમથી કર્યું હતું.

Ganpati Bappa Morya Story : ભારતમાં ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે લોકોએ ગણપતિ બાપ્પાનું સ્વાગત ધામધૂમથી કર્યું હતું. ગણેશજીની સ્તુતિ કરતી વખતે ભક્તો ગણપતિ બાપ્પા મોર્યા બોલતા હોય છે. આજે અમે તમને આ પાછળનું કારણ જણાવીશું કે, ગણેશજીને મોર્યા કેમ કહેવામાં આવે છે.

ganpati1]

Ganpati Bappa Morya: સમગ્ર ભારતમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઇ છે. 10 દિવસ ચાલનારા આ મહોત્સવમાં સમગ્ર દેશમાં અનેક જગ્યાએ સાર્વજનિક ગણેશ મહોત્સવ તો કોઇ સોસાયટીમાં કે મહોલ્લામાં ગણેશ સ્થાપન કરાય છે તો કેટલાક લોકો પોતાના ઘરમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજાપાઠ કરે છે. લોકો સંપૂર્ણ ભક્તિભાવથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કરે છે. ગણેશજીની સ્તુતિ કરતી વખતે, આપણે ઘણીવાર ગણપતિ બાપ્પા મોર્યા કહીએ છીએ. આ કહેવા પાછળ ઘણી રસપ્રદ કહાની છુપાયેલી છે.

આની પાછળની દંતકથા

આ પાછળની રસપ્રદ કથા એ છે કે લગભગ 600 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના ચિંચવાડ ગામમાં ભગવાન ગણેશના એક ભક્ત રહેતા હતા. તેઓ મોરયા ગોસાવીના નામથી જાણીતા હતા. એવું માનવામાં આવે છે કે મોર્ય ગોસાવી ગણપતિજીનો એક અંશ હતા અને તેમનો જન્મ 1375 ઈ.સ.માં થયો હતો. તેમના પિતા વામન ભટ્ટ અને માતા પાર્વતી પણ ભગવાન ગણેશના ભક્ત હતા. એવું માનવામાં આવે છે કે ગણેશજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા હતા અને તેમને તેમના ઘરે જન્મ લેવાનું વરદાન આપ્યુ હતું.

ganpati1]

ગણેશજી મોર્યના સ્વપ્નમાં આવ્યા અને આ કહ્યું

એવું કહેવાય છે કે બાળપણથી જ મોર્ય ગોસાવી ભગવાન ગણેશની ભક્તિમાં ડૂબેલા હતા અને ગણેશ ચતુર્થીના દિવસે તેઓ ચિંચવાડથી 95 કિલોમીટર ચાલીને મયુરેશ્વર મંદિરમાં દર્શન કરવા જતા હતા. જ્યારે તે વૃદ્ધ થયા ત્યારે તેના માટે મયુરેશ્વર મંદિર જવું ખૂબ મુશ્કેલ બન્યું. પછી તેમને એક સ્વપ્ન આવ્યું. આ સ્વપ્ન બીજા દિવસે સાચું પડ્યું અને સ્નાન કરી તળાવમાંથી બહાર આવતાં તેને તેની નજીક ગણેશજીની એક નાની મૂર્તિ મળી જે તેણે સ્વપ્નમાં જોયેલી હતી તેના જેવી જ હતી.

આ પણ વાંચોઃ ધર્મ / ભગવાન ગણેશજીની આ મૂર્તિ સામે 'લાલ કિલ્લો' પણ નાનો લાગે, જાણો કયા દેશમાં છે?

ચિંચવડ અને મયુરેશ્વર મંદિર સાથે જોડાયેલી માન્યતા

મોર્યએ ચિંચવડમાં જ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી અને ધીમે ધીમે તે સ્થળ દૂર દૂર સુધી ભક્તોમાં પ્રસિદ્ધ થઈ ગયું. ત્યારથી લોકોએ ગણપતિ બાપ્પા મોર્યાનો જાપ કરવાનું શરૂ કર્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganpati Bappa Morya Ganpati Bappa Morya Story DHARMA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ