બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભગવાન ગણેશજીની આ મૂર્તિ સામે 'લાલ કિલ્લો' પણ નાનો લાગે, જાણો કયા દેશમાં છે?

photo-story

4 ફોટો ગેલેરી

ધર્મ / ભગવાન ગણેશજીની આ મૂર્તિ સામે 'લાલ કિલ્લો' પણ નાનો લાગે, જાણો કયા દેશમાં છે?

Last Updated: 10:41 AM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે ગણેશ ચતુર્થી છે. આથી લોકો ગણપતિ ભગવાનના દર્શન માટે મંદિરે જાય છે. પણ શું તમે જાણો છો કે, ગણપતિ દાદાની સૌથી મોટી ક્યાં આવેલી છે?

1/4

photoStories-logo

1. ગણપતિ દાદાની મૂર્તિ

ગણપતિ દાદાના ભારતમાં અનેક મંદિરો આવેલા છે. જ્યાં તેમની વિશાળ મૂર્તિઓ સ્થાપિત કરાઈ હોય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગણેશજીની સૌથી મોટી મૂર્તિ ભારતમાં નહીં પણ કોઈ બીજા દેશમાં છે. એ દેશ થાઈલેન્ડ છે, જે ભારતથી લગભગ 3 હજાર કિમી દૂર આવેલો છે. ચાલો આ મૂર્તિ સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. ક્યાં છે થાઈલેન્ડમાં ગણેશજીની આ મૂર્તિ ?

થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન શહેરના એક પાર્કમાં ભગવાન ગણેશની સૌથી ઊંચી મૂર્તી આવેલી છે. આ શહેરને સિટી ઓફ ગણેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મૂર્તિ કાંસાના 854 વિવિધ ભાગોને જોડીને બનાવવામાં આવી છે. થાઈલેન્ડમાં ગણેશજીને ભાગ્ય અને સફળતાના દેવતા તરીકે પૂજવામાં આવે છે. અહીં તેમની પૂજા 'ફ્રરા ફિકાનેત' તરીકે કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. લાલ કિલ્લાથી આ મૂર્તિ કેટલી ઊંચી છે?

થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન શહેરના પાર્કમાં સ્થિત આ ગણેશ પ્રતિમાની ઊંચાઈ 39 મીટર છે જ્યારે લાલ કિલ્લાની ઊંચાઈ લગભગ 33 મીટર છે. આથી આ મૂર્તિ લાલ કિલ્લા કરતા લગભગ 6 મીટર ઊંચી છે. જો આપણે ફુટની દ્રષ્ટિએ જોઈએ તો, આ પ્રતિમા લાલ કિલ્લા કરતા લગભગ 1 માળના મકાન કરતાં લાંબી છે. ગણેશજીની આ પ્રતિમા 2012 માં બની હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કેવુ છે ગણેશ પ્રતિમાનું સ્વરૂપ ?

ભગવાન ગણેશની આ વિશાળ પ્રતિમા ખૂબ જ સુંદર છે. પ્રતિમાના મસ્તક પર કમળનું ફૂલ છે, જેની મધ્યમાં ઓમનું પ્રતીક છે. ગણેશજીએ પવિત્ર જનોઈ પહેરી છે. તેમની સૂંઢમાં લાડુ છે. ગણેશજીની પ્રતિમામાં એક હાથમાં કટહલ, બીજા હાથમાં કેરી, ત્રીજા હાથમાં શેરડી અને ચોથા હાથમાં કેળું પકડેલું દર્શાવવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે થાઈલેન્ડમાં આ બધા ફળોનો ઉપયોગ પવિત્ર કાર્યોમાં થાય છે. ગણેશજીના પગ પાસે એક મુષક એટલે કે ઉંદર પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ganpati 2025 ganesh chaturthi mantra ganesh chaturthi message
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ