ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નવરાત્રિના ત્રીજા દિવસે થાય છે મા ચંદ્રઘંટાની પૂજા, જાણો શુભ મુહૂર્ત, આરતી અને મંત્ર

ધર્મ / નવરાત્રિના ત્રીજા દિવસે થાય છે મા ચંદ્રઘંટાની પૂજા, જાણો શુભ મુહૂર્ત, આરતી અને મંત્ર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:25 AM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri Third Day 2025: મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિનો રંગેચંગે પ્રારંભ થયો છે. બે દિવસથી ચાચર ચોકમાં ખેલૈયાઓ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી રહ્યા છે.

ADVERTISEMENT

Navratri Third Day 2025: મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિનો રંગેચંગે પ્રારંભ થયો છે. બે દિવસથી ચાચર ચોકમાં ખેલૈયાઓ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી રહ્યા છે. આજે નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ બુધવાર 24 સપ્ટેમ્બરના છે.

Navratri-MSG

Shardiya Navratri 3rd Day 2025 : શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ બુધવારે છે. નવરાત્રીના ત્રીજા દિવસે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મા ચંદ્રઘંટાને રાક્ષસોનો વધ કરનાર કહેવામાં આવે છે. મા ચંદ્રઘંટાના કપાળ પર ઘંટ આકારનો અર્ધચંદ્રાકાર ચંદ્ર છે, જેના કારણે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા પોતાના ભક્તોના કલ્યાણ માટે હાથમાં ત્રિશૂળ, તલવાર અને ગદા રાખે છે.

મા ચંદ્રઘંટાની પૂજા વિધિ

સૂર્યોદય પહેલા પથારીમાંથી ઉઠી જવું અને પછી સ્વચ્છ પાણીથી સ્નાન કરી લઇને વસ્ત્રો ધારણ કરવા. ત્યાર બાદ પૂજા સ્થળને સાફ કરો. હવે માતાજીને ગંગાજળથી સ્નાન કરાવો, તેમને ધૂપ, દીવો, ચંદનનું પેસ્ટ, સિંદૂર, ફૂલ અને મીઠાઈઓ ચઢાવો. હવે મા ચંદ્રઘંટાના મંત્રનો જાપ કરો, "ॐ દેવી ચંદ્રઘંટાયે નમઃ." મા દુર્ગાની આરતી કરો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

CHANDRAGHANTA

મા ચંદ્રઘંટા પૂજાનો સમય: મા ચંદ્રઘંટાની પૂજા માટેનો બ્રહ્મ મુહૂર્ત સવારે 4:35 થી 5:23 સુધીનું છે. વિજય મુહૂર્ત બપોરે 2:14 થી 3:02 સુધી અને અમૃત કાલ સવારે 9:11 થી 10:57 સુધીનો છે.

મા ચંદ્રઘંટાનો મંત્ર

  1. ૐ દેવી ચન્દ્રઘંટાયે નમઃ।
  2. યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા।

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નો નમઃ ।

મા ચંદ્રઘંટાને પ્રિય પ્રસાદ: માતા ચંદ્રઘંટાને દૂધમાંથી બનેલી ખીર અને મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. પંચામૃત, અને ખાંડની મીઠાઈ પણ અર્પણ કરી શકાય છે.

vtv app add

આ પણ વાંચોઃ Navratri 2025 / સર્વે કાર્યોમાં વિઘ્ન બની રહ્યો છે રાહુ-કેતુનો દોષ? તો નવરાત્રિમાં અપનાવો આ ટોટકા

મા ચંદ્રઘંટાને પ્રિય ફૂલ: મા ચંદ્રઘંટાને સફેદ કમળ અને પીળા ગુલાબ અર્પણ કરવા અત્યંત શુભ માનવામાં આવે છે.

મા ચંદ્રઘંટનો પ્રિય રંગ: મા ચંદ્રઘંટાની પૂજા દરમિયાન સોનેરી કે પીળા કપડાં પહેરવા અત્યંત શુભ માનવામાં આવે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandraghanta Shardiya Navratri Navratri Third Day 2025

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ