ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:38 AM, 23 September 2025
ADVERTISEMENT
જો તમારી જન્મકુંડળીમાં રાહુ-કેતુનો દોષ ચાલી રહ્યો હોય અને દરેક કામમાં મુશ્કેલી આવી રહી હોય તો તેના નિવારણ માટે ખાસ ઉપાય કરી શકાય છે. આ રીતે મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે છે. ચાલો, જાણીએ એવા કેટલાક ઉપાયો કે જેથી રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવ ઓછા થઈ શકે.
ADVERTISEMENT
રાહુ-કેતુ દોષની ઓળખ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુને પાપી ગ્રહ માનવામાં આવે છે. કુંડળીના જે ભાવમાં એ ગ્રહો સ્થિત હોય છે ત્યાંથી અશુભ ફળ આપે છે. ખરાબ રાહુ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. જ્યારે ખરાબ કેતુ માણસને વિચાર્યા વગર કાર્ય કરવા પ્રેરિત કરે છે. આ બંનેના દોષથી જીવનમાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. રાહુ જ્ઞાનેન્દ્રિયોના કારક છે જ્યારે કેતુ કર્મેન્દ્રિયોના કારક છે.
ADVERTISEMENT

રાહુ-કેતુના અશુભ પ્રભાવને આ રીતે ઓછા કરો
ADVERTISEMENT
માન્યતા છે કે માતા દુર્ગાની ભક્તિ કરનારની કુંડળીમાંથી રાહુ-કેતુના દોષનો નાશ થાય છે. નવરાત્રિના દિવસોમાં માતાના સમક્ષ બેસીને દુર્ગા સપ્તશતીનો પાઠ કરનાર ભક્તને રાહુ-કેતુ ક્યારેય હેરાન કરતા નથી. આ સિવાય દરરોજ "ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ" મંત્રનો 108 વખત જાપ કરવાથી પણ રાહુ અને કેતુ જેવા અશુભ પ્રભાવ ઓછા થવા લાગે છે.
કયા દેવીની પૂજા કરવી?
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો ભક્ત માતા બ્રહ્મચારિણી અને માતા ચંદ્રઘંટાની વિધિવત પૂજા કરે તો રાહુ-કેતુના દોષથી બચી શકે છે. એટલે માતાના આ બે સ્વરૂપોની આરાધના કરવાથી રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવોથી મુક્તિ મળે છે.

ADVERTISEMENT
શારદીય નવરાત્રિમાં માતાની આરાધના
જો શારદીય નવરાત્રિમાં માતા દુર્ગા સાથે મહાદેવ અને હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે તો રાહુ-કેતુના પ્રભાવથી બચી શકાય છે. શિવ સહસ્ત્રનામ અને હનુમાન સહસ્ત્રનામના પાઠથી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.
ADVERTISEMENT
રાહુ-કેતુના ખરાબ પ્રભાવ દૂર કરવાનો ખાસ ઉપાય
જો રાહુ દોષથી છૂટકારો મેળવવો હોય તો નવરાત્રિમાં ચાંદીથી બનેલી હાથીની પ્રતિમા ઘરે લાવીને પૂજાઘર કે તિજોરીમાં સ્થાપિત કરો અને દરરોજ તેના દર્શન કરો. આ સરળ ઉપાય કરવાથી રાહુનો ખરાબ પ્રભાવ દૂર થઈ શકે છે.
વધુ વાંચો : માતાજી પાસે જે માંગશો તે મળશે! નવરાત્રિના નવ દિવસ આ 9 નિયમોનું કરો પાલન
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT