બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નિર્જળા એકાદશીને કેમ કહેવાય છે ભીમ એકાદશી? વાંચો પૌરાણિક કથા સાથે જોડાયેલ રહસ્ય

ધર્મ / નિર્જળા એકાદશીને કેમ કહેવાય છે ભીમ એકાદશી? વાંચો પૌરાણિક કથા સાથે જોડાયેલ રહસ્ય

Chintan Chavda

Last Updated: 09:58 AM, 7 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nirjala Ekadashi 2025: જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. નિર્જળા એકાદશી વિશે પાંડવ ભીમ સાથે જોડાયેલી એક પ્રખ્યાત વાર્તા પણ છે, આ એકાદશીનું નામ ભીમસેની એકાદશી કેમ રાખવામાં આવ્યું? ચાલો જાણીએ તેની સાથે જોડાયેલી રસપ્રદ વાર્તા.

સનાતન ધર્મમાં નિર્જલા એકાદશીને પવિત્ર એકાદશી માનવામાં આવે છે. નિર્જળા એકાદશીનું બીજું નામ ભીમસેની એકાદશી છે કારણ કે ભીમે પણ આ વ્રત રાખ્યું હતું. હિન્દુ કેલેન્ડર મુજબ, જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એક વ્રત રાખવાથી વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય ફળ મળે છે. આ દિવસે અન્ન અને પાણી લીધા વિના ઉપવાસ કરવાનો એક ખાસ નિયમ છે, તેથી તેને 'નિર્જળા' કહેવામાં આવે છે. નિર્જળા એકાદશી વિશે પાંડવ ભીમ સાથે જોડાયેલી એક પ્રખ્યાત વાર્તા પણ છે, આ એકાદશીનું નામ ભીમસેની એકાદશી કેમ રાખવામાં આવ્યું? ચાલો જાણીએ તેની સાથે જોડાયેલી રસપ્રદ વાર્તા.

ekadashi-fast

ભીમસેની એકાદશી નામ કેવી રીતે પડ્યુ?

પદ્મ પુરાણના ઉત્તરખડંમાં આનાથી જોડાયેલી પૌરાણિક કથાનો ઉલ્લેખ મળ્યો છે. પૌરાણિક કથા અનુસાર, એક વાર પાંડવોએ મહર્ષિ વેદવ્યાસને પૂછ્યું કે એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું આના શું લાભ છે. તીરે વ્યાસજી એ કહ્યું કે વર્ષમાં 24 એકાદશી આવે છે એન બધી જ એકાદશીનું વિશેષ મહત્વ છે. દરેક વ્રત કરવાથી પાપ નષ્ટ થાય છે અને પુણ્ય ફળ મળે છે.

app promo4

આ સાંભળીને ભીમસેને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, હું ખૂબ જ શક્તિશાળી છું, પરંતુ ભૂખ્યા રહેવું અસંભવ છે. હું બધા જ નિયમોનું પાલન કરી શકું છું, પરંતુ ઉપવાસ નથી કરી શકતો. શું કોઈ એવો ઉપાય છે કે જેનાથી હું એક જ દિવસ વ્રત કરું અને આખા વર્ષની બધી જ એકાદશીનું ફળ મળી જાય? ત્યારે મહર્ષિ વેદવ્યાસે કહ્યું, 'હે ભીમ! તારી માટે એક જ ઉપાય છે કે તુ જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનો ઉપવાસ કરે, જેને નિર્જળા એકાદશી કહેવાય છે. આ દિવસે અન્ન અને જળનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આખા વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય મળે છે.

આ વ્રતમાં પાણી પીધા વિના ઉપવાસ કરવો ફરજિયાત છે. એટલા માટે આને 'નિર્જળા' એકાદશી કહેવાય છે. આ વ્રત કઠિન છે, પરંતુ ફળ અપાર છે. આ વ્રત પાપોનો નાશ કરે છે અને મોક્ષ પ્રદાન કરે છે. ભીમસેને વ્યાસજીની વાત માનતા આ કઠોર વ્રત કર્યું. ભીમસેન આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો રહ્યો. અંતમાં ભગવાન વિષ્ણુની કૃપાથી ભીમને અક્ષય પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થઈ. કહેવાય છે કે આ વ્રતને કરવાથી વ્યક્તિને જન્મો જૂન પાપમાંથી પણ મુક્તિ મળે છે અને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે.

વધુ વાંચો: રવિ પ્રદોષ વ્રતના દિવસે આ રીતે કરો રુદ્રાભિષેક, થઈ જશે લગ્ન, જાણો વિધિ અને મુહૂર્ત

નિર્જળા એકાદશીની પૂજા

નિર્જળા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરો. ત્યાર પછી પીળા વસ્ત્ર ધારણ કરી લો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી અર્પણ કરો. ભગવાન વિષ્ણુ અને માઁ લક્ષ્મીના મંત્રનો જાપ કરો. વ્રતનો સંકલ્પ કર્યા પછી બીજા દિવસે સૂર્યોદય ના થાય ત્યાં સુધી જળ ગ્રહણ ના કરવું. અન્ન અને ફળાહાર પણ ગ્રહણ કરવાના નહીં રહે. બારસના દિવસે સ્નાન કરીને શ્રીહરિની પૂજા કર્યા પછી અન્ન અને જળ ગ્રહણ કર્યા પછી વ્રતના પારણા કરવા. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhimseni Ekadashi 2025 Dharm Nirjala Ekadashi 2025
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ