બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Dhanani contests against Rupala on the Rajkot seat, the election battle will be interesting
Last Updated: 10:39 PM, 9 April 2024
ગુજરાતના રાજકારણમાં છેલ્લા થોડા સમયથી રાજકોટ લોકસભા અને તે બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાની ચર્ચા છે, હવે આ ચર્ચા બીજા કારણોસર થઈ રહી છે. એવી પ્રબળ શક્યતા ઉભી થઈ છે કે રાજકોટમાં પરશોતમ રૂપાલા સામે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી લોકસભા લડશે. લલિત કગથરા અને અન્ય કોંગ્રેસી કાર્યકરો પરેશ ધાનાણીને મનાવવા ગયા હતા જેનો સાર એવો નિકળ્યો કે પરશોતમ રૂપાલાએ ઈરાદાપૂર્વક ક્ષત્રિય બેન-દીકરીઓનું અપમાન કર્યું હોય તો તે સ્વૈચ્છિક રીતે જ ઉમેદવારી પરત ખેંચી લે નહીં તો પરેશ ધાનાણી ચૂંટણી મેદાનમાં ઉતરશે. ચૂંટણીકારણ ઉપર નજર કરીએ તો ભૂતકાળમાં પરેશ ધાનાણી 2002માં અમરેલી વિધાનસભા બેઠક ઉપરથી નવા ઉમેદવાર તરીકે ઉતરીને પરશોતમ રૂપાલાને જ હરાવ્યા હતા. ધાનાણીને ઉતારવા પાછળના કોંગ્રેસના પોતાના તર્ક છે જ્યારે ભાજપને આત્મવિશ્વાસ છે કે કોંગ્રેસની આ કવાયત જીત માટે નહીં પણ ડિપોઝીટ બચાવવા માટેની છે કારણ કે રાજકોટનો સ્થાનિક ઉમેદવાર રૂપાલા સામે ઉતરશે તો તે નિશ્ચિતપણે ડિપોઝીટ ગુમાવશે. પરેશ ધાનાણી જો અને તોની સ્થિતિમાં છે, પરશોતમ રૂપાલાની ફોર્મ ભરવાની તારીખ પણ નક્કી થઈ ચુકી છે. સવાલ એ છે કે રૂપાલાની સામે ધાનાણી ઉતરે તો ચૂંટણીજંગ કઈ રીતે રસપ્રદ બને, રૂપાલાની સામે ધાનાણી ઉતરે તો આ લડાઈ ચૂંટણીથી પણ કંઈ વિશેષ થાય કે કેમ
ADVERTISEMENT
રાજકોટ લોકસભા બેઠક કેમ રસપ્રદ ?
ADVERTISEMENT
રાજકોટમાં ચૂંટણી જંગ રસપ્રદ બની શકે છે. અત્યાર સુધી પરશોતમ રૂપાલા સામે કોણ તે પ્રશ્ન ચર્ચાતો હતો. હવે કોંગ્રેસ તરફથી ધાનાણીને મેદાને ઉતારવા તૈયારી ચાલી રહી છે. પરશોતમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે જ્યારે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી. પરેશ ધાનાણી રાજકોટના ચૂંટણી જંગમાં ઉતરે તો રાજકીય માહોલ બને અને સવાલ એ છે કે રાજકોટમાં હવે જે લડાઈ સંભવિત છે તે વર્ચસ્વની છે?
ADVERTISEMENT
પરેશ ધાનાણીએ કહ્યું કે, પારિવારિક કારણોસર મેં કોઈપણ ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો. બેન-દીકરીઓનું ઈરાદાપૂર્વક અપમાન થાય તો ચૂપ નહીં રહીએ. પરશોતમ રૂપાલાએ સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પરત ખેંચી લેવી જોઈએ. રૂપાલા ઉમેદવારી પાછી નહીં ખેંચે તો નવી મહાભારતના મંડાણ થશે. અમે કૌરવસભાના ભીષ્મ કે ગુરુ દ્રોણની જેમ ચૂપ નહીં રહીએ. કાર્યકરોની લાગણીને સન્માન આપીશું
ADVERTISEMENT
ભરત બોધરાએ કહ્યું કે, કોંગ્રેસનો કોઈપણ ઉમેદવાર આવે, આવકાર્ય છે. પરેશ ધાનાણી ચૂંટણી લડે તો એમને અધિકાર છે. પરશોતમ રૂપાલાના પ્રવાસનો પહેલો તબક્કો પણ પૂરો થઈ ગયો છે. અમારો બુથ સ્તરનો કાર્યકર તનતોડ મહેનત કરી રહ્યો છે. રાજકોટ લોકસભા 5 લાખની લીડથી જીતવાના છીએ. કોંગ્રેસની કવાયત ડિપોઝીટ બચાવવા માટેની છે. કોંગ્રેસનો રાજકોટનો ઉમેદવાર ઉભો રહેશે તો ડિપોઝીટ ગુમાવશે
ADVERTISEMENT
રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે. ધાનાણી રાજકોટથી લડે તો સૌરાષ્ટ્રમાં અસર થાય. રૂપાલા દિગ્ગજ નેતા છે સામે ધાનાણી પણ કોંગ્રેસના મોટા નેતા છે. રૂપાલાની સામે ધાનાણી ઉતરે તો ચૂંટણી રસપ્રદ બની શકે. પરશોતમ રૂપાલાથી ક્ષત્રિય સમાજ નારાજ છે. પાટીદાર મતની સાથે ક્ષત્રિય સમાજના મત કોંગ્રેસને મળી શકે છે. કોંગ્રેસની કોર વોટ બેંક 30-40% છે જે તેમની સાથે છે. ક્ષત્રિય અને ઈતર સમાજનો સાથ કોંગ્રેસને મળી શકે
ADVERTISEMENT
પરેશ ધાનાણી 2002માં પરશોતમ રૂપાલાને ચૂંટણીમાં હરાવી ચુક્યા છે. અમરેલી વિધાનસભામાં રૂપાલાને હરાવીને ધાનાણી જાયન્ટ કિલર બન્યા હતા. 2012માં પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને હરાવ્યા હતા. 2017માં ધાનાણીએ બાવકુ ઉંધાડને હરાવ્યા હતા. ભાજપના 3 મોટા નેતાને ધાનાણી હરાવી ચુક્યા છે
લેઉવા = 3 લાખ 50 હજાર 867
કડવા = 1 લાખ 91 હજાર 535
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.