બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ભારત / preparations for surya tilak of ramlala on ramnavami complete

Ram Navami 2024 / રામ નવમીએ સૂર્ય તિલકથી ઝળકી ઉઠશે રામલલાનું લલાટ, ટ્રાયલ પૂર્ણ, એકસાથે 100 LED સ્ક્રીનથી કરાશે પ્રસારણ

Dinesh

Last Updated: 09:04 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Navami 2024: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે રામ નવમી પર સૂર્ય તિલકની તૈયારીઓ કરવામાં આવી રહી છે

આ વખતે રામનવમી પર સૂર્યના કિરણો રામ મંદિરમાં શ્રી રામલલાનો અભિષેક કરશે. અત્રે જણાવીએ કે, મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા કિરણો 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પડશે. જે કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થશે અને રામલલાના માથા પર 75 મીમીના ગોળ તિલકના રૂપમાં 4 મિનિટ સુધી જોવા મળશે. દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થવા જઈ રહ્યો છે. મંદિરના પૂજારી અશોક ઉપાધ્યાયના જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ ગર્ભગૃહની ઉપર ત્રીજા માળે સૂર્ય તિલક માટે વૈજ્ઞાનિકોએ ઉપકરણો સ્થાપિત કર્યા હતા. રવિવારે બપોરની આરતી પછી જ્યારે પહેલો ટ્રાયલ થયો ત્યારે રામલલાના હોઠ પર કિરણો પડ્યાં હતાં. ત્યારબાદ ફરીથી લેન્સ સેટ કર્યા બાદ સોમવારે ટ્રાયલ થયું અને માંથા પર કિરણો પડ્યા હતાં. જેના કારણે હવે રામ નવમી પર સૂર્ય તિલકનું આયોજન નિશ્ચિત ગણાય છે.

100 LED સ્ક્રીન પર જોવા મળશે સૂર્ય તિલક
ત્રણ દિવસ પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે રામ નવમી પર સૂર્ય તિલકની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તે સમગ્ર અયોધ્યામાં 100 LED સ્ક્રીન પરથી પ્રસારિત થશે. અગાઉ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે આ વખતે સૂર્ય તિલક કરવું મુશ્કેલ છે.
    શ્રી રામલલા મંદિરના દર્શન પ્રભારી ગોપાલે કહ્યું કે, 17 એપ્રિલે રામનવમી છે. બપોરે 12 વાગ્યે ભગવાનના પ્રાગ્રટ્ય થશે. ત્યારે સૂર્ય રોશની ભગવાનના મસ્તક પર આવશે તેવો વૈજ્ઞાનિકો પ્રયાસ કરશે. આજ તેનો ટેસ્ટિંગ થયોય એક પ્રકારનો આ ટ્રાયલ પૂર્ણ થયો છે. આ જોતા વિશ્વાસ આવ્યો છે કે,  17 એપ્રિલે રામનવમી પર્વ પર ભગવાનના મસ્તક પર સૂર્ચ તિલક થશે. 

50 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવશે રમા મંદિર
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ જન્મ ઉત્સવની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. રામ નવમી પર રામ મંદિર અને સમગ્ર સંકુલને લગભગ 50 ક્વિન્ટલ દેશી-વિદેશી ફૂલોથી શણગારવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર રામ મંદિરના ગર્ભ ગ્રહ સિવાય, રંગ મંડપ, નૃત્ય મંડપ, ગુઢી મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ સહિત તમામ પાંચ મંડળો, શિખરની બહારની દિવાલો અને ભાગો. 

વાંચવા જેવું: સામાન્ય કે પછી...! આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? જાણો શું કહે છે સ્કાયમેટની આગાહી

હેલિકોપ્ટરથી કરાશે પુષ્પવર્ષા  
અત્રે ઉલ્લેખનીય છે કે, જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી તેવી જ રીતે રામનવમી એટલે કે 17મી એપ્રિલે પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. જે માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે. હેલિકોપ્ટરમાંથી રામ ભક્તો પર ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ