ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / David Kovari Visit 7 Countries In 24 Hours Make Guinness world record

OMG! / માત્ર 24 કલાકમાં જ આ શખ્સે ખેડ્યો 7 દેશનો પ્રવાસ, ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

Published By: vtvAdmin

Last Updated: 04:14 PM, 29 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં આપને એવાં અવનવા પ્રકારનાં માણસો જોવા મળશે કે જેઓ એવા કારનામાઓ કરે છે કે તેને આપ સાંભળીને હેરાન થઇ જશો. જેમાં કોઇ દાંતથી ટ્રક ખેંચે છે તો કોઇ પગથી લખે છે. આવો જ એક વિચિત્ર પ્રયોગ ડેવિડ કોવારી (David Kovari) એ કર્યો છે. જેઓએ 24 કલાકમાં જ 7 દેશની સફર પૂર્ણ કરી છે.

ADVERTISEMENT

David Kovari Visit 7 Countries

વિશ્વમાં આપને એવાં અવનવા પ્રકારનાં માણસો જોવા મળશે કે જેઓ એવા કારનામાઓ કરે છે કે તેને આપ સાંભળીને હેરાન થઇ જશો. જેમાં કોઇ દાંતથી ટ્રક ખેંચે છે તો કોઇ પગથી લખે છે. આવો જ એક વિચિત્ર પ્રયોગ ડેવિડ કોવારી (David Kovari) એ કર્યો છે. જેઓએ 24 કલાકમાં જ 7 દેશની સફર પૂર્ણ કરી છે. પોતે ટ્રાવેલિંગ પર નીકળતા પહેલા તેઓએ પહેલા બનેલા રેકોર્ડની જાણકારી લીધી. પછી એક નવા જ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો.

David Kovari Visit 7 Countries

તમને જણાવી દઇએ કે ડેવિડ કોવારી પહેલા વર્ષ 2013માં ગ્લેન બર્મિસ્ટરે 24 કલાકમાં પૂર્વી યૂરોપનાં 4 દેશ કે જેમાં ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા, સ્લોવાકિયા અને હંગરી ફરીને રેકોર્ડ સર્જ્યો હતો. જો કે, ગ્લેન બાદ કાર્સ્ટેન કોહલરે પણ પાંચ દેશ બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, જર્મની, લગ્ઝમબર્ગ અને ફ્રાંસ ફરીને રેકોર્ડ સર્જયો હતો. કાર્સ્ટેન બાદ જર્મનીના માઇકલ મૉલે વર્ષ 2016માં ઇટલી, સ્વિટ્ઝર્લેન્ડ, લિચેસ્ટેનસ્ટીન, ઓસ્ટ્રિયાસ, જર્મની અને ફ્રાંસ 24 કલાકમાં ફરીને રેકોર્ડ બનાવ્યો હતો.

David Kovari Visit 7 Countries

જો કે, ડેવિડે પોતાની સફર પોલેન્ડથી શરૂ કરવાનો પ્લાન બનાવ્યો. પોલેન્ડ થઇને તેઓએ ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા, સ્લોવાકિયા, હંગરી, સ્લોવેનિયા અને ક્રોએશિયા પહોંચીને એક નવો જ રેકોર્ડ બનાવ્યો. તેઓએ સાત દેશોની આ મુસાફરી 310 માઇલ લગભગ 500 કિ.મીની યાત્રા પૂર્ણ કરી અને તેઓએ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness world record) માં નામ દાખલ કરાવ્યું. હકીકતમાં ડેવિડ કોવારીને માસ્ટર ડિગ્રી કરતા કરતા એવો અહેસાસ થયો કે તેમને અભ્યાસ સિવાય પણ કંઇક કરવું જોઇએ કે જેનાથી પોતાને એક અલગ જ આનંદની અનુભતિ થાય. આ સાથે જ તેઓ લોકોની વચ્ચે લોકપ્રિયા પણ થાય અને કોઇના કામ આવી શકે.

 

સંકળાયેલા મુદ્દાઓ

24 hours David Kovari Guinness world record OMG countries ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ ડેવિડ કોવારી OMG!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ