ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કિંમત કરોડોમાં, વજન માત્ર 30 ગ્રામ, જીત બાદ પંડ્યાએ પહેરી એવી ઘડિયાળ કે ફોટોઝ વાયરલ

ટેક્નોલોજી / કિંમત કરોડોમાં, વજન માત્ર 30 ગ્રામ, જીત બાદ પંડ્યાએ પહેરી એવી ઘડિયાળ કે ફોટોઝ વાયરલ

Last Updated: 02:10 PM, 11 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાદ હાર્દિક પંડયાનો ટ્રોફી સાથેનો વિડીયો સામે આવ્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં હાર્દિક પંડયાની ઘડિયાળ બધાના આકર્ષણનું કેદ્ર બની છે.

ADVERTISEMENT

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ ટીમ ઇન્ડિયા અને ભારતીય ફેન્સમાં ખૂબ ખુશી છે. જીત બાદ હાર્દિક પંડ્યાનો ટ્રોફી સાથેનો વિડીયો સામે આવ્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં હાર્દિક પંડયાની ઘડિયાળ બધાના આકર્ષણનું કેન્દ્ર બની છે.  જેની કિંમત લાખોમાં નહિ પરંતુ કરોડોમાં છે. જાણો આ ઘડિયાળ વિશે.

hardik

આ વિડીયોમાં હાર્દિક પંડ્યાએ આ વખતે પહેલા કરતા પણ મોંઘી ઘડિયાળ પહેરી છે. instagram એકાઉન્ટ celebwatchspotter એ પોસ્ટ કરીને હાર્દિક પંડયાની ઘડિયાળની કિંમત જણાવી છે. આ એકાઉન્ટ અનુસાર, હાર્દિક પંડ્યાએ આ દરમિયાન Richard Mille RM27-04 વોચ પહેરી હતી. જેની કિંમત 2.5 મિલિયન અમેરિકી ડોલર જણાવી છે. જો હાર્દિક પંડ્યાના કાંડા પર દેખાતી ઘડિયાળની કિંમત ભારતીય કરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવે તો તે લગભગ 21.8 કરોડ રૂપિયા થશે. જોકે, હાર્દિક પંડ્યાએ તેની કિંમતની પુષ્ટિ કરી નથી.

હાર્દિક પંડયાના કાંડા પર નજર આવતી આ ઘડિયાળને લઈને ઈન્સટા એકાઉન્ટે જણાવ્યું કે Tita-Carbon પાસેથી તૈયાર કરવામાં   આવી છે. એવામાં આ ખૂબ ડ્યુરેબલ વોચ છે. ચેમ્પિયન્સ ટ્રોફી અને સેફદ બ્લેઝર દરમિયાન હાર્દિક પંડયાના કાંડા પર Richard Mille RM27-04 વોચ છે. જેનો વજન માત્ર 30 ગ્રામ છે.

આ ટુર્નામેન્ટમાં હાર્દિક પંડ્યાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બેટિંગની સાથે તેણે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. ટુર્નામેન્ટમાં પંડ્યાના બોલિંગ ફિગર્સ ભલે આકર્ષક ન લાગે, પરંતુ તેના કારણે ભારતીય ટીમને ઊંડાણ મળ્યું અને વરુણને પણ રમવાની તક મળી.

વધુ વાંચો: APAAR IDથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય? કેવી રીતે કઢાવી શકાય? એક ક્લિકમાં જાણો

બીજી 7 કરોડની ઘડિયાળ

હાર્દિક પંડ્યાએ આ ટુર્નામેન્ટમાં ઓરેન્જ સ્ટ્રેપવાળી ઘડિયાળ પણ પહેરી હતી, જેની ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચા થઈ હતી અને તેની કિંમત 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tita-Carbon Richard Mille RM27-04 hardik Pandya CT 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ