ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cricket you cant bat for social media my aim is to win cheteshwar pujara

ક્રિકેટ / ચેતેશ્વર પૂજારાનું દર્દ છલક્યુ, કહ્યું મારા જેવું કોઈ બનવા નથી માંગતું, એવું નથી કે હું...

Published By: Intern

Last Updated: 06:01 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ટેસ્ટના જાણીતા બેટ્સમેન ચતેશ્વર પૂજારા આ દિવસોમાં પોતાની બેટિંગને લઈને ખાસ્સા ચર્ચામાં છે. અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેલિંગટનમાં ટેસ્ટ મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સાર્વજનિક રીતે પૂજારાની ધીમી રમતના કારણે સવાલો ઉભા કર્યા હતા.

ADVERTISEMENT

  • પુજારાએ વિરાટ કોહલીને વળતો જવાબ આપ્યો
  • મારા જેવું આજે કોઈ યુવાન બનવા નથી માંગતું - પુજારા
  • ન્યુઝીલેન્ડ પ્રવાસમાં ધીમી રમત રમવાના કારણે ચર્ચામાં આવ્યા હતા

 

ભારતીય ક્રિકેટર ચતેશ્વર પૂજારાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પ્રથમ ઈંનિંગમાં 42 બોલમાં 11 રન કર્યા હતા. જો કે બીજી ઈંનિંગમાં 81 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ક્રાઇસ્ટચર્ચમાં બીજી ટેસ્ટમાં પ્રથમ ઈંનિંગમાં 54 રન માટે 140 બોલ અને બીજી ઈંનિંગમાં 88 બોલમાં 24 રન કર્યા હતા. હવે પૂજારા દુખી થઈ રહ્યાં છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Aim higher, stay focused.

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) on

ચતેશ્વર પૂજારાની હાજરીમાં સૌરાષ્ટ્રની ટીમે બંગાળની ટીમને હરાવી પ્રથમવાર સૌરાષ્ટ્ર ટીમે પોતાના નામે રણજી ટ્રોફી જીતી. અને આ મેચમાં પૂજારાએ એક વાર ફરીથી ધીમી પરંતુ મહત્વની ઈંનિંગ રમી તેમણે 237 બોલમાં 66 રન બનાવ્યા. અને પૂજારાએ ખુલાસો કર્યો કે રણજી ટ્રોફી જીત્યા બાદ ટીમે શાનદાર રીતે ઉત્સવ મનાવ્યો. તેમજ રાત્રે પાર્ટીની પણ વ્યવસ્થા કરી અને પછીના દિવસે ફિલ્મ જોવા ગયા.

આ સમયે મારા જેવું કોઈ બનવા નથી માંગતું

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A good day at nets today, looking forward for a great series. 🙂🏏

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) on

ઈંડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા પૂજારાએ જણાવતા કહ્યું કે આ સમયે મારા જેવો કોઈ વ્યક્તિ બેટ્સમેન બનવા નથી માંગતું. હા હું તે વાત સાથે સહમત છું પણ યુવા પેઢી મારી રમતને સમજે છે. અને હવે ટેસ્ટ મેચ ખુબ' ઓછા રમાય છે. અને સીમિત ઓવરની મેચો વધારે રમાઈ રહી છે. અને યુવા પેઢી મારી રમત શૈલીને નહિ અપનાવે કારણ કે તે ટેસ્ટ ક્રિકેટથી સંપૂર્ણરીતે જાણીતા નથી અને એવું નથી નથી કે હું ઝડપી રમી શકતો નથી. જો સીમિત ઓવર હોય તો હું ઝડપી રમી શકું છું. અને મોટા ભાગના લોકોએ મને સફેદ બોલથી રમતા ટીવી પર જોયો નથી.

પીચના હિસાબથો ઈંનિંગને આગળ વધારવાની હોય છે

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Bring it on. Match day tomorrow. 🏏

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) on

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના બેટ્સમેન ચતેશ્વર પુજારાએ બંગાળ વિરુદ્ધ રણજી ટ્રોફી ફાઈનલમાં ખુબ મહત્વની ઈંનિંગ રમી હતી અને પુજારાએ જણાવ્યું કે તમારે પીચના હિસાબે રમવું જોઈએ. અને પ્રથમ ઈંનિંગમાં 60 રન બનાવવા માટે મેં 200 વધારે બોલ રમ્યા પણ હું અને મારી ટીમના સાથી જાણીએ છીએ કે પીચ કેવી મુશ્કેલ હતી. અને તે ફાઈનલ મેચ હતી અને મારા પર જવાબદારી હતી. અને હાલતને લઈને ધીમું રમવું તેમાં મારી કોઈ ઉણપ નથી. અને મને ખબર છે કે પીચ મુશ્કેલ છે અને શોટ નથી રમી શકાતું તો હું ઝડપી નહિ રમું અને ન્યૂઝીલેન્ડમાં પણ આવી જ હાલત હતી. મારું કામ કોઈનું મનોરંજન કરવું નથી, પોતાની ટીમ માટે મેચ જીતવાનું છે.

 

   


 

સંકળાયેલા મુદ્દાઓ

Chateshwar Pujara Cricket Ranji Trophy ક્રિકેટ ચતેશ્વર પુજારા રણજી ટ્રોફી Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ