ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cricket sanjay manjrekar axed from bcci commentary panel may not be included in ipl 2020

સ્પોર્ટ્સ / રવિન્દ્ર જાડેજાના પર્ફોર્મન્સ પર ટીકા કરનાર આ ક્રિકેટરની હાલત થઈ ખરાબ, નહીં કરવા મળે કોમેન્ટરી

Published By: Intern

Last Updated: 08:00 PM, 14 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ બેટ્સમેન અને કમેન્ટેટર સંજય માંજરેકરને મોટો ઝાટકો લાગ્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ધર્મશાળામાં રમાયેલી પ્રથમ વનડે મેચ દરમિયાન સંજય માંજરેકર હાજર ન હતા, જ્યારે પેનલ પરના અન્ય કમેન્ટેટર સુનિલ ગાવસ્કર,  મુરલી કાર્તિક અને એલ.શિવરામકૃષ્ણ સ્ટેડિયમમાં હતા.આ પાછળનું કારણ હવે સામે આવી ગયું છે, સમાચાર અનુસાર સંજય માંજરેકરને ભારતીય ટીમની ઘર આંગણે યોજાતી મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT

  • સંજય માંજરેકરને ઘર આંગણે યોજાતી ભારતીય ટીમની મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે
  • માત્ર દ્વિપક્ષીય સીરીઝથી જ નહી પરંતુ IPLની આવનારી સીઝન માંથી પણ કમેંટ્રી પેનલનો નહીં બને હિસ્સો
  • ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પણ કામચલાઉ ક્રિકેટર કહ્યા હતા

સંજય માંજરેકરથી ખુશ નથી ઓથોરિટી 

એક અહેવાલ અનુસાર સંજય માંજરેકર માત્ર ભારતની દ્વિપક્ષીય સીરીઝથી જ નહી પરંતુ IPLની આવનારી સીઝન માંથી પણ કમેંટ્રી પેનલનો હિસ્સો નહીં બને. શુક્રવારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે 29 માર્ચથી શરુ થવા વાળી IPL હવે 15 એપ્રિલ બાદ શરુ થશે. માંજરેકરને પેનલથી હટાવવા પાછળના કોઈ ખાસ કારણો સામે નથી આવ્યા, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ઓથોરિટી માંજરેકરના કામથી ખુશ નથી. સૂત્રોના અનુસાર માંજરેકર કદાચ IPLનો પણ હિસ્સો બની નહીં શકે.   

જાડેજાને કહ્યા હતા 'કામ ચલાઉ'

સંજય માંજરેકરે ICC વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પણ કામચલાઉ ક્રિકેટર કહ્યા હતા, સંજય માંજરેકર આ નિવેદન બાદ ઘણી મુશ્કેલીમાં પણ ફસાઈ ગયા હતા. સંજય માંજરેકરે કહ્યું, 'હું એવા ખેલાડીને જોવા નથી માંગતો જે ટુકડાઓમાં પ્રદર્શન કરે, હું બેટ્સમેનને પસંદ કરીશ અથવા બોલરને જેવી રીતે આજકાલ જાડેજા વન ડેમાં પરફોર્મ કરી રહ્યા છે.'

સંજય માંજરેકર ICC પેનલમાં સામેલ છે

સંજય માંજરેકરને વિશ્વના શ્રેષ્ઠ કમેન્ટેટર ગણવામાં આવે છે. તે છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં કમેંટ્રી પેનલનો ભાગ રહ્યા છે, જ્યારે 1996માં નિવૃત્તિ લીધા પછી, તે ICCની મોટા ભાગની ઇવેન્ટમાં કમેંટ્રી કરી રહ્યા છે. જો કે, BCCI ઘણા સમયથી તેના કામથી ખુશ નથી. તમને જણાવી દઈએ કે BCCIના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી પોતે પણ ICCના કમેન્ટરી પેનલનો ભાગ છે. ગયા વર્ષે સંજય માંજરેકર પોતાના નિવેદનો માટે બે વાર ચાહકોના નિશાના પર આવી ગયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI IPL Ravindra Jadeja icc sanjay manjrekar રવીન્દ્ર જાડેજા સંજય માંજરેકર sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ