ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / covid 19 patient commits suicide in ambala haryana

હરિયાણા / હું આત્મહત્યા કરું છું, મારી લાશથી 10 ફૂટ દૂર રહેજો : પરિવારને નામે મેસેજ લખી મોત વ્હાલું કર્યુ

Published By: vtvAdmin

Last Updated: 11:04 PM, 18 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે ત્યારે હરિયાણાથી એક એવી ખબર આવી છે જેની ચર્ચા હાલ થઈ રહી છે. આ ઘટનામાં કોરોનાના ડરથી દર્દીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી અને પરિવારના નામે એક મેસેજ પણ લખ્યો હતો.

ADVERTISEMENT

હરિયાણાના અંબાલામાં ગુરુવારે એક 55 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીએ આત્મહત્યા કરી હોવાના સમાચાર મળ્યાં છે. કૉવિડ 19ના ઈલાજ માટે દાખલ થયેલા દર્દીએ હોસ્પિટલના બાથરૂમમાં ફાંસી લગાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. 

પોલીસે જણાવ્યું કે સંક્રમિત દર્દી યમુનાગરના જગાધરીમાં સેક્ટર 17નો રહેવાસી હતો. આ શખ્સે કોરોનાના ડરથી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ જણાવી રહી છે. 

આત્મહત્યા કરનાર વ્યક્તિએ મરતા પહેલા પોતાના પરિવારના નામે એક મેસેજ લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે અંતિમ સંસ્કાર સમયે તેનાથી 10 ફૂટ દૂર રહેજો. 

હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દી દ્વારા આત્મહત્યાની સૂચના મળતાં જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. 

ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ કોરોનાનો ડર લાગી રહ્યું છે. આવામાં હાલ વધુ તપાસ ચાલુ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Haryana Suicide Suicide Note Crime

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ