બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / country comes first sourav ganguly says no to ravindra jadeja playing ranji trophy final
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાને કારણે જાડેજાને 9 માર્ચે શરુ થનારી રણજી ટ્રોફી ફાઈનલમાં રમવા માટે પરવાનગી આપવા માટે ના પાડી દીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘના અધ્યક્ષ જયદેવ શાહની માંગને ના પાડતા કહ્યું કે "દેશ પહેલા" આ સિદ્વાંતનું પાલન થવું જોઈએ. જો કે 12 માર્ચથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 3 વન ડે સીરીઝ રમાશે. એક મીડિયા એજેન્સી મુજબ જયદેવ શાહને ગાંગુલીએ આ વાત કહી હતી.
ફાઈનલ દરમિયાન આંતરરાષ્ટ્રીય સીરીઝ નક્કી ન કરવી જોઈએ
જયદેવ શાહે કહ્યું કે રણજી ટ્રોફી જેવા મહત્વના ટુર્નામેન્ટ વખતે ફાઈનલ દરમિયાન આંતરરાષ્ટ્રીય સીરીઝ નક્કી ન કરવી જોઈએ. તેમણે સાથે એવું પણ કહ્યું કે આવું આઈપીએલ દરમિયાન કેમ થતું નથી?
ADVERTISEMENT

સૌરષ્ટ્રના પૂર્વ કેપ્ટન શાહે કહ્યું કે "જો BCCI ઈચ્છે કે લોકો પોતની ઘરેલું પ્રમુખ ક્રિકેટ લીગ જોવે તો તે દરમિયાન આંતરરાષ્ટ્રીય મેચ ન હોવી જોઈએ. શું BCCI આઈપીએલ દરમિયાન કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રાખે છે? નહિ કારણ કે તે પૈસા આપે છે. જો સ્ટાર ખેલાડી ફાઈનલમાં રમશે ત્યારે જ રણજી લોકપ્રિય થશે.
ADVERTISEMENT
જયદેવ શાહે વધુમાં કહ્યું કે હું રણજી ફાઈનલમાં રવીન્દ્ર જાડેજાને જોઈ પસંદ કરીશ. માત્ર જાડેજાને જ નહિ મોહમદ શમીને પણ બંગાળ માટે જોવા માંગુ છું. "સૌરાષ્ટની ટીમ પાછલા આઠ સિઝનમાં ચોથી વાર ફાઈનલમાં પહોંચી છે. જ્યારે બંગાળ 2007 પછી કુલ 14મી વખત ફાઈનલમાં પહોચ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.