બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

VTV / coronavirus explosion in delhi covid 19 breaks all previous records

મહામારી / રાજધાની પર 'કોરોના સંકટ': 24 કલાકમાં 17,282 નવા કેસ, મોતનો આંકડાએ અત્યાર સુધીનો તોડ્યો રેકોર્ડ

Kavan

Last Updated: 09:40 PM, 14 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં કોરોનાના કેસમાં થઇ રહેલો વધારો ચિંતાજનક છે. ગત 24 કલાકમાં કોરોનાના 17 હજાર 282 નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીઓના મોત થયાં હતા.

  • રાજધાની પર 'કોરોના સંકટ'
  • 24 કલાકમાં 17,282 નવા કેસ,
  • 104 દર્દીઓના કોરોનાથી થયાં મોત 

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પ્રથમ વખત મોતનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણના કેસ ઘટવાને બદલે વધી રહ્યા છે. દિલ્હીમાં છેલ્લા 4 દિવસમાં 47 હજારથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા છે. 

અત્યાર સુધીમાં 11,540 લોકોના કોરોનાથી મોત 

અત્યાર સુધીમાં કુલ દર્દીઓનો આંકડો 7,67,438 પર પહોંચ્યો છે. જેમાં 7,05,162 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે તો 11,540 લોકોના કોરોનાને કારણે મોત થયાં છે. નોંધનીય છે કે, દિલ્હીમાં દરરોજ નોંધાઇ રહેલા કોરોનાના કેસ ચિંતાજનક છે. તો બીમારીની ઝપેટમાં આવનારની સંખ્યાની ટકાવારી 15.92 % થઇ છે. 

આરોગ્ય મંત્રીએ એકજૂટ થવાની કરી અપીલ 

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કોરોના સામેની લડાઇમાં નાગરિકોને એકજૂટ થવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, તમામ લોકો કોરોના સંક્રમણને અટકાવવા માટે નિયમોનું પાલન કરે અને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળે. 

73,915 RTPCR ટેસ્ટ કરાયા
 
ગત 24 કલાક દરમિયાન રાજધાની દિલ્હીમાં 73,915 RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેજરીવાલ સરકાર દાવો કરી રહી છે કે, દિલ્હીમાં તમામ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે ઉપલબ્ધ બેડ અને આરોગ્ય સુવિધાઓ પર નજર રાખવામાં આવી રહી છે. તો કોવિડ બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. 

મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક 

કોરોનાના લીધે આજે પણ મહારાષ્ટ્રમાં કેસોનો રાફડો ફાટ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે 8.30 વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 58,952 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 278 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અગાઉ, મંગળવારે 60,212 લોકો, સોમવારે 51,751 અને રવિવારે 63,294 જેટલા દર્દીઓને કોરોના સંક્રમણ થયું હતું, રાજ્યમાં અત્યાર સુધીમાં 35,78,160 લોકોને કોરોના સંક્રમણ થયું છે.

દેશમાં ગત 24 કલાકમાં 1.85 લાખથી વધારે નવા કેસ આવ્યા

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબુ રફ્તાર ચાલુ છે. દેશમાં કોરોનાના દર્દીઓ અને મોતના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલી વાર દેશમાં રેકોર્ડ 1 લાખ 85 હજારથી વધારે કેસ આવ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ મામલા હવે 13 લાખને પાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસોમાં દેશમાં સતત દોઢ લાખથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus covid 19 delhi કોરોના વાયરસ દિલ્હી મહામારી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ