બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Corona's enters in Amitabh Bachchan's house 'Jalsa'! See who is infected by corona virus

બોલિવૂડ / અમિતાભ બચ્ચનનાં 'જલસા'માં કોરોનાનો ફૂંફાડો! જુઓ કોણ આવ્યું ઝપેટમાં

Kashyap

Last Updated: 04:07 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ઘરે હાજર ડોમેસ્ટિક સ્ટાફનો એક સભ્ય કોરોના સંક્રમિત થયો છે.

બિગ બીના આ પોસ્ટથી કરોડો ચાહકો ચિંતામાં મુકાયા
બિગ બીના ડોમેસ્ટિક સ્ટાફનો એક સભ્ય કોરોના સંક્રમિત 
ગત વર્ષે અમિતાભ બચ્ચન બન્યા હતા કોરોનાના શિકાર 

સુપરસ્ટારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું - "dealing with some domestic Covid situations .. will connect later ..." આ પછી, ચાહકોને ડર હતો કે સુપરસ્ટાર ફરીથી કોરોનાથી સંક્રમિત તો થઈ ગયા નથી ને. જો કે અમિતાભ બચ્ચને સ્થિતિ સ્પષ્ટ કરી ન હતી, પરંતુ હવે માહિતી સામે આવી રહી છે કે અમિતાભ નહીં પરંતુ તેમના ઘરના એક અંગત સહાયક કોરોના સંક્રમિત થયો છે.

બિગ બીના ડોમેસ્ટિક સ્ટાફનો એક સભ્ય કોરોના સંક્રમિત 
અમિતાભ બચ્ચનના ઘરે હાજર પર્સનલ સ્ટાફના તમામ 31 સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે બાદ એક સભ્યને કોરોના વાયરસ હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા છે.

સુપરસ્ટારના આ પોસ્ટથી કરોડો ચાહકો ચિંતામાં મુકાયા
જો કે, જ્યારે સુપરસ્ટારે આ પોસ્ટ કરી હતી, ત્યારે શંકા હતી કે આ ઘરેલુ કોવિડની સ્થિતિ શું છે, આ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. બીજી તરફ, સુપરસ્ટારના કરોડો ચાહકોને ચિંતા છે કે શું અમિતાભ બચ્ચન ફરીથી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 

ગત વર્ષે અમિતાભ બચ્ચન બન્યા હતા કોરોનાના શિકાર 
ગત વર્ષે જુલાઈમાં અમિતાભ બચ્ચન કોરોના વાયરસનો શિકાર બન્યા હતા. તેમના પરિવારમાં પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. અમિતાભ લગભગ 22 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા અને બહાર તેમના ચાહકો અને શુભેચ્છકો તેમની તબિયત સારી થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. તે સમયે અમિતાભે કોરોનાને હરાવ્યો હતો અને તેઓ સ્વસ્થ થઈને પાછા ફર્યા હતા.

આગામી સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળશે બિગ બી
છેલ્લી વખત ફિલ્મ 'ચેહરે' માં જોવા મળેલા અમિતાભ બચ્ચનની આગામી મહિનાઓમાં રિલીઝ થનારી ફિલ્મોની લાંબી યાદી છે. તેનો આગામી પ્રોજેક્ટ 'બ્રહ્માસ્ત્ર' છે, જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Corona Virus Domestic staff house Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ