બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Corona begins to wreak havoc in the world again, these countries rush to the beginning of the fourth wave

અમંગળના એંધાણ / દુનિયામાં ફરી શરુ થયો કોરોનાનો કેર, ચોથી લહેરમાં 5 દેશોની દશા બગડી, 1માં હોસ્પિટલો હાઉસફૂલ

Hiralal

Last Updated: 10:08 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં કોરોનાની ચોથી લહેર શરુ છે અને આ લહેરમાં ઈટાલી,ચીન, કોરિયા,ફ્રાન્સ સહિતના કેટલાક દેશો ઝપટે ચડી રહ્યાં છે.

  • દુનિયામાં શરુ થઈ કોરોનાની ચોથી લહેર
  • ઈટાલી,ચીન, કોરિયા,ફ્રાન્સમાં વધવા લાગ્યા કોરોના કેસ
  • ઈટાલીમાં એક દિવસમાં રેકોર્ડબ્રેક 30,000થી વધુ કેસ
  • ફ્રાન્સમાં હોસ્પિટલના બેડ ખૂટી પડ્યાં 

કોરોનાએ ફરી વાર દુનિયામાં વિનાશ વેરવાનું શરુ કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલાક દેશોમાં અચાનક કેસ વધી રહ્યા છે. ચીન છેલ્લા બે વર્ષમાં સંક્રમણના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યું છે. અહીંના સૌથી વધુ વસ્તીવાળા શહેર શાંઘાઈમાં સોમવારથી શરૂ થયેલા લોકડાઉનના બીજા તબક્કાનો ફટકો પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફ્રાન્સમાં રેકોર્ડ સંખ્યામાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 1 ફેબ્રુઆરીથી આ સંખ્યા 467થી વધીને 21,073 થઈ ગઈ છે.

ચોથી લહેરમાં કયા દેશમાં વધવા લાગ્યા કોરોના કેસ

  • ચીન
  • ઈટાલી
  • દક્ષિણ કોરિયા
  • ફ્રાન્સ
  • અમેરિકા 

ફ્રાન્સની હોસ્પિટલોમાં ખાટલા ખૂટી પડ્યા

ફ્રાન્સમાં પણ દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો આવી રહ્યો છે. પરિસ્થિતિ એટલી બધી ખરાબ બની છે કે હોસ્પિટલમાં હવે ખાટલા પણ ખૂટી પડી ગયા છે. દરરોજ રેકોર્ડબ્રેક સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલોમાં ભરતી થઈ રહ્યાં છે. 

ઈટાલીમાં એક દિવસમાં નોંધાયા કોરોનાના 30,710 કેસ 

ઇટાલીમાં સોમવારે 30,710 નવા કોવિડ -19 કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા 59,555 હતા. મૃતકોની સંખ્યા 82થી વધીને 95 થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં 75,616 કેસ મળ્યા હતા અને ગુરુવારે 81,811 કેસ નોંધાયા હતા. સોમવારે શાંઘાઈમાં લોકડાઉનનો બીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે લોકડાઉનના પ્રથમ તબક્કાને વધુ કડક બનાવવામાં આવ્યું છે. અહીં દરરોજ નોંધાતા કેસોની સંખ્યા 4400થી વધુ છે. લોકોને તપાસ ન થાય ત્યાં સુધી ઘરની અંદર જ રહેવાનું કહેવામાં આવ્યું છે.

અમેરિકાએ પ્રવાસ એડવાઈઝરી જારી કરી 
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અને સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે ભારત અને કેટલાક અન્ય દેશો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. અમેરિકી સરકારે તેના નાગરિકોને આ દેશોના પ્રવાસ સાવચેતથી કરવાની ચેતવણી આપી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

corona news corona world world corona news કોરોના ન્યૂઝ કોરોના વર્લ્ડ વર્લ્ડ કોરોના ન્યૂઝ Corona virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ