બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Congress, Congress try to get Delhi Assembly to a real conflict between you and AAP

રાજનીતિ / દિલ્હી વિધાનસભાને લઈ ભાજપ અને આપ વચ્ચે ખરાખરીની ટક્કર, કોગ્રેસે કર્યો આવો પ્રયાસ

Intern

Last Updated: 04:57 PM, 10 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનું રણશિંગું ફુંકાઇ ગયું છે. દિલ્હીના મતદારો ૮ ફેબ્રુઆરીએ મતદાન કરશે અને ૧૧ ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.અહીં છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)નું બુલડોઝર ફરી વળ્યું હતું. તે પહેલાની ચૂંટણીમાં આપ અને ભાજપ વચ્ચે ટક્કર થઇ હતી. આ વખતે કોંગ્રેસ ચૂંટણીને ત્રિકોણિય બનાવવાનો પ્રયાસ કરી શકે છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનું રણશિંગું ફુંકાઇ ગયું છે. દિલ્હીના મતદારો ૮ ફેબ્રુઆરીએ મતદાન કરશે અને ૧૧ ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.અહીં છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)નું બુલડોઝર ફરી વળ્યું હતું. તે પહેલાની ચૂંટણીમાં આપ અને ભાજપ વચ્ચે ટક્કર થઇ હતી. આ વખતે કોંગ્રેસ ચૂંટણીને ત્રિકોણિય બનાવવાનો પ્રયાસ કરી શકે છે. અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના ઉદય સાથે દિલ્હીના રાજકારણમાં પ્રમાણમાં યુવા નેતાઓનું વર્ચસ્વ વધ્યું છે. અહીંના રાજકારણમાં દબદબો ધરાવતા જૂના નેતાઓ મદન લાલ ખુરાના,  શીલા દીક્ષિત, સુષમા સ્વરાજ અને અરુણ જેટલી સહિતના બધા હવે આ દુનિયામાં રહ્યા નથી. આમ આદમી પાર્ટીમાં પ્રમાણમાં યુવાઓનું પ્રમાણ વધુ છે.


અજય માકને દિલ્હી કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડ્યા બાદ સુભાષ ચોપરાએ ચાર્જ સંભાળ્યો છે..ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કીર્તિ આઝાદની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હોઈ શકે છે. ભાજપ પાસે ડો.હર્ષવર્ધન અને વિજય ગોયલ જેવા સિનિયર નેતાઓ છે, પરંતુ દિલ્હી ભાજપની કમાન અત્યારે  પૂર્વાંચલના નેતા અને ભોજપુરી ફિલ્મોના અભિનેતા મનોજ તિવારીના હાથમાં છે. દિલ્હીના રાજકારણમાં નવા આવેલા કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીની પણ મહત્વની ભૂમિકા જોવામાં આવી રહી છે. રાજ્યોની ચૂંટણીમાં રાષ્ટ્રીય મહત્વના વિષયોની અસર ઓછી હોય છે તેમ મનાય છે. પરંતુ દિલ્હી ભારતીય રાજકારણનું કેન્દ્ર હોવાથી સીએએ અને જામિયા મિલિયા અને જેએનયુમાં થયેલી હિંસા અંગે ચાલી રહેલી ચર્ચાની અસર પડે તેવી સંભાવના છે.


આમ આદમી પાર્ટી કેજરીવાલ સરકારના કાર્યોને આધારે મત માગવા જઈ રહી છે. આપને વિજયનો  વિશ્વાસ છે. ભાજપની મૂંઝવણ એ છે કે છેલ્લી કેટલાક વિધાનસભા ચૂંટણીઓમાં મોદીનો જાદુ ચાલ્યો નથી. ઝારખંડમાં સરકાર ગુમાવવી પડી છે. રાજયની ચૂંટણીમાં લોકો સ્થાનિક નેતાઓની કામગીરીને વધુ મહત્વ આપી રહ્યા છે. લોકોએ  આવી સ્થિતિમાં, કેજરીવાલ કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓનો હવાલો આપીને  તેમનું શાસન વધુ સારું હોવાનો દાવો પણ કરી રહી છે. પણ સમસ્યા એ છે કે તેમની પાસે સુશાસનનું નવું મોડેલ નથી.કોંગ્રેસને આમ આદમી પાર્ટીના હાથે તેની ખોવાયેલી જમીન પાછી મેળવવી પડશે. ૨૦૧પમાં આમ આદમી પાર્ટીને  પ૪.૩૪ ટકા મતો મળ્યા હતા, જેમાં મોટાભાગના કોંગ્રેસના મત આમ આદમી પાર્ટીને ટ્રાન્સફર થયા હતા

ભાજપની વાત કરીએ તો તેને મળનારા મતોની ટકાવારી લગભગ જળવાઇ રહી છે. ૨૦૧૩માં ભાજપને ૩૧ બેઠક મળી હતી અને મત ૩૩.૦૭ ટકા મળ્યા હતા. જયારે ર૦૧પની ચૂંટણીમાં માત્ર ત્રણ બેઠક મળી હતી જયારે મતોની ટકાવારી ૩ર.૧૯ ટકા હતી. મતની ટકાવારી એક ટકાથી પણ ઓછી હોવા છતાં ર૮ બેઠકોનો ફટકો પડયો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર સુધર્યો છે જે આમ આદમી પાર્ટી માટે ચિંતાનો વિષય છે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા મતની ટકાવારી ૧પ ટકા હતી. જયારે ર૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસના મત વધીને રર.પ ટકા થયા હતા.


જો આ વલણ ચાલુ રહેશે તો આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી સર્જાઇ શકે છે, જો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો ટ્રેન્ડ એકસરખો નથી. ર૦૧૯ની ચુંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર ૧૮ ટકા મત મળ્યા હતા, જયારે  ભાજપના મતની ટકાવારી પ૭ ટકા પર પહોંચી ગઇ હતી.આમ આદમી પાર્ટી માટે જોકે ઉત્સાહ વધારે તેવી બાબત એ છે કે પ્રિ-પોલ સર્વે મુજબ દિલ્હીમાં ફરીથી કેજરીવાલની સરકાર બની શકે છે.જોકે ઉમેદવારની પસંદગી,ચુંટણી પ્રચાર બાદ મતદારોનો મૂડમાં ફેરફાર પણ થઇ શકે છે. હવે જોવાનું એ રહે છે કે રાજધાની  દિલ્હીના મતદારો કયા મૂડથી મતદાન કરે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Aam Aadmi Party Arvind kejriwal BJP Delhi Election Effect INC aap politics politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ