ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / CM rupani has been done this work before effect of acharsanhita
ADVERTISEMENT
આજે લોકસભાની ચૂંટણી 11 ઍપ્રિલ જાહેર થતાં જ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે. જો કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ મોટું કામ કરી નાંખ્યું હતું. તેમણે નવનિયુક્ત મંત્રીઓને ખાતા ફાળવી દીધાં હતાં. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોતાનું કેબિનેટ વિસ્તરણ કરતા સીએમ રૂપાણીએ ત્રણ નવા મંત્રીઓનો સમાવેશ કર્યો હતો.
ADVERTISEMENT
Italic:
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે શપથગ્રહણ કરનાર 3 મંત્રીઓને ખાતા ફાળવ્યા હતા. જેમાં જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ, યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણનો રાજ્યકક્ષાનો પ્રભાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન, નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટિર ઉદ્યોગનો રાજ્યકક્ષાનો હવાલો સોંપ્યો હતો.
વર્તમાન મંત્રીને વધારાનો હવાલો
રાજ્યમંત્રી વાસણ આહીરને પ્રવાસનનો રાજ્યકક્ષાનો વધારોનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ધારાસભ્યને સાચવ્યા
વિજય રૂપાણીએ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ.ના અધ્યક્ષ તરીકે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની નિમણૂંક કરી છે. જ્યારે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગરના વાઇસ ચાન્સેલર તરીકે મહિપતસિંહ ચાવડાની નિયુક્તિ કરી છે.
મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે જેમા 11 ઍપ્રિલથી 19 મે સુધી કુલ સાત તબક્કાઓમાં ચૂંટણી યોજાશે. જ્યારે 23મી મેના રોજ મતગણતરી બાદ પરિણામો આવશે.
શું છે આચાર સંહિતા?
આદર્શ આચારસંહિતા રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો માટે ચૂંટણી પંચ તરફથી જારી કરવામાં આવેલા કેટલાક નિર્દેશ હોય છે અને દરેક પાર્ટી અને ઉમેદવારોને આ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ નિર્દેશોનું પાલન નહીં કરવા પર ઉમેદવારો અથવા પાર્ટીઓ પર ચૂંટણી પંચ તરફથી કાર્યવાહી કરી શકાય છે.
ક્યારે લાગૂ થાય છે આચારસંહિતા
કોઇ પણ ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ એ મતવિસ્તારમાં આચાર સંહિતા લાગૂ થઇ જાય છે અને રાજકીય પાર્ટીઓ, સત્તાધારી પાર્ટી, ઉમેદવાર એક અધિકાર ક્ષેત્રમાં રહીને કામ કરી શકે છે. જો લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આ સમગ્ર દેશમાં લાગૂ થાય છે અથવા એ ક્ષેત્રોમાં આચારસંહિતા લાગૂ થાય છે, જ્યાં ચૂંટણી હોય છે.
પરિણામ આવવા સુધી મંત્રી અથવા કોઇ પ્રતિનિધિ આ કાર્યો કરી શકતા નથી
કોઇ પણ રૂપમાં કોઇ પણ નાણાંકીય મંજૂરી અથવા કોઇ જાહેરાત કરી શકશે નહીં.
કોઇ પણ પ્રકારની પરિયોજનાઓ અથવા સ્કીમોની આધારશિલા રાખી શકાશે નહીં.
રસ્તાનું નિર્માણ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વચન આપી શકે નહીં.
શાસન, સાર્વજનિક ઉપક્રમો વગેરેમાં કોઇ પણ નિયુક્તિ થઇ શકતી નથી, જેનાથી સત્તાધારી પાર્ટીના હિતમાં કોઇ મતદાતા પ્રભાવિત થાય.
સંકળાયેલા મુદ્દાઓ