બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Statement by the Aviation Minister on the issue of banning Chinese nationals from coming to India, know what he said?
ADVERTISEMENT
કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકારે તમામ એરલાઇન્સને અનૌપચારિક રીતે ચીની નાગરિકોને ભારત ન લાવવા કહ્યું હતું. ગયા માસના કેટલાક મીડિયા અહેવાલોમાં આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. આ અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય અને વિદેશી એરલાઇન્સને ચીની નાગરિકોને ભારત ન લાવવા સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી છે. હવે નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આ અહેવાલોને ફગાવી દીધા હતા.
It is wrong to make suggestions as to citizen of which country should come. There is no such information from our side: Civil Aviation Minister Hardeep Singh Puri on reports claiming that India has asked airlines informally not to fly Chinese nationals into the country pic.twitter.com/EsSgmMAnGe
— ANI (@ANI) December 28, 2020
ADVERTISEMENT
નથી અપાઈ કોઈ સૂચના : ઊડ્ડયન મંત્રી
ADVERTISEMENT
હરદીપસિંહ પુરીએ સોમવારે આવા અહેવાલોની સત્યતાને નકારતા સ્પષ્ટ રૂપે કહ્યું હતું કે અમે કોઈ પણ એરલાઇન્સને આવી અનૌપચારિક સૂચના આપી નથી. મહત્વનું છે કે હાલમાં જ ચીની સરકારે ભારતીય નાગરિકોને ચીનમાં પ્રવેશ કરવાના નિર્ણય પર પ્રતિબંધ ફરમાવ્યો હતો, જેની પછી સોશિયલ મીડિયામાં ભારત તરફથી આવો જ નિર્ણય ચીની નાગરિકો માટે લેવાયાના અહેવાલો ફરતા થયા હતા.
ભારતમાં માત્ર ટૂરિસ્ટ વિઝા સસ્પેન્ડ કરાયા છે
ADVERTISEMENT
ખરેખર, કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારત અને ચીન વચ્ચે હાલમાં હવાઈ મુસાફરી બંધ છે. જ્યારે, વિદેશીઓ માટે સરકારે નક્કી કરેલા વર્તમાન નિયમો અનુસાર, ચીનના નાગરિકો પહેલા બીજા દેશમાં જાય છે. આ દેશોમાં, જો એર બબલ હેઠળ ભારત સાથે કરાર છે. આ પછી, તે દેશોમાંથી ચીની નાગરિકોને ભારત આવવાની મંજૂરી મળે છે. એર બબલ એગ્રીમેન્ટ હેઠળ ચીનના નાગરિકો પણ વ્યવસાયિક કામથી ભારત આવી શકે છે. રોગચાળાને લીધે, ભારતમાં વિદેશીઓ માટે ટૂરિસ્ટ વિઝા નથી અપાઈ રહ્યા, જો કે, વિદેશી નાગરિકો કામના સંબંધમાં ભારત આવી શકે છે.

ADVERTISEMENT
એર બબલ સિસ્ટમ વાળા દેશોથી આવી શકે છે ચીની નાગરિકો
અહેવાલો અનુસાર, મોટાભાગના ચીનના નાગરિકો યુરોપિયન દેશોથી ભારત આવે છે. એર બબલ સિસ્ટમ હેઠળ ભારતને આ દેશો સાથે કરાર કરેલા છે. મહત્વનું છે કે કોરોના વાયરસ રોગચાળાને કારણે, સેંકડો ભારતીય નાગરિકો ચીનમાં ફસાયેલા છે. આ પહેલા ભારત સરકારે વંદે ઈંડિયા મિશન અને ઓપરેશન સેતુ દ્વારા અન્ય દેશોના મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને પરત લાવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.