ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Central Government announced assistance SC-ST OBC students Scholarship

સહાય / અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત, સાંસદે કહ્યું- 15 કરોડના બદલે હવે ગુજરાતને 60 કરોડની રકમ મળશે

Published By: Hiren

Last Updated: 05:05 PM, 6 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા SC-ST અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ માટે સહાયની જાહેરાત કરી છે. ત્યારે સાંસદ કિરીટ સોલંકી, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, પૂર્વ સાંસદ સંભુ પ્રસાદ ટુન્ડિયા અને ઈશ્વર પરમારે કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિની કેન્દ્ર સરકારની જાહેરાતની માહિતી આપી હતી.

ADVERTISEMENT

  • અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત
  • SC-ST,ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને મળશે સહાય
  • 59 હજાર કરોડ રૂપિયા વિધાર્થીઓને ફાળવવામાં આવે છેઃ કિરીટ સોલંકી

સાંસદ અને નેતાઓએ શિષ્યવૃત્તિની જાહેરાત અંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. જેનાથી દલિત સમાજના વિદ્યાર્થીઓને લાભ મળશે કેન્દ્ર સરકારે કુલ 59 હજાર કરોડની રકમનું પેકેજ જાહેર કર્યું છે. તો આ યોજના હેઠળ કુલ 15 કરોડ જેટલા રૂપિયા રાજ્ય સરકારને મળતા હતા, જેમાં હવે ગુજરાતને 80 કરોડ જેટલી રકમ મળશે. જેનાથી આ સમાજના લોકોને ફાયદો મળશે. પૈસા ના અભાવે ઘણા બાળકોને અભ્યાસ છોડી દેવો પડતો હતો. હવે સહાય વધતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે સાથે અભ્યાસ સાહિત્ય સહિતની બાબતે આ સહાયમાંથી લાભ વિદ્યાર્થીઓને મળશે.

અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિનો લેવાયોઃ સાંસદ કિરીટ સોલંકી

કિરીટ સોલંકીએ કહ્યું હતું કે, PMએ હમણાં મહત્વનો નિણર્ય લીધો છે. અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિનો લેવાયો છે. અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓ ઉચ્ચ અભયાસ કરી શકતા નહોતા. અભ્યાસ છોડી દેતા વિધાર્થીઓ માટે મહત્વનો નિણર્ય લેવાયો છે. 59 હજાર કરોડ રૂપિયા વિધાર્થીઓને ફાળવવામાં આવે છે.

રૂપાણી સાહેબે પત્ર દ્વારા રજુઆત કરી હતીઃ CR પાટીલ

શિષ્યવૃતિની જાહેરાત મુદ્દે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી હતી. પાટીલે કહ્યું કે, આ યોજનાની જાહેરાતથી મોટા પ્રમાણમાં લાભ થશે. ઉચ્ચ શિક્ષણ માટે અસરકાર નીવડશે. લોકહિત માટેનો મહત્વનો નિણર્ય કર્યો છે. રૂપાણી સાહેબે પત્ર દ્વારા રજુઆત કરી હતી. માગણી દ્વારા સરકારે મહત્વની જાહેરાત કરી છે. 14 રાજ્યોમાં પોસ્ટ મેટ્રિક વ્યવસ્થા બંધ થઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Scholarship gujarat ગુજરાત શિષ્યવૃત્તિ Scholarship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ