ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં એક જ રાતમાં બે અકસ્માત, એકનું તો બ્રિજ પરથી પટકાતા મોત
Last Updated: 01:37 PM, 31 January 2026
ADVERTISEMENT
અમદાવાદના બલોલનગર બ્રિજ પરથી શુક્રવારના રોજ મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં પતિ-પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમ્યાન પાછળથી પુર ઝડપે આવી રહેલ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં કિશન વચેટાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નિ કોમલને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ જનતાનગરમાં આવેલ આવાસ યોજનામાં રહેતા કિશન વછેટા(ઉ.વર્ષ.28) તેમની પત્નિ સાથે કામ અર્થે બલોલનગરથી ન્યૂ રાણીપ થી ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન બલોલનગર બ્રિજ પર કિશનના એક્ટિવાને ફોર વ્હીલર કાર ચાલકે પુર ઝડપે ટક્કર મારી હતી.

ADVERTISEMENT
કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. જેમાં કિશનના પત્નિ કોમલબેનને કમરના ભાગે ઈજાઓ થવા પામી હતી. બ્રિજ પરથી નીચે પટકાતા કિશનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન કિશનનું મોત થયું હતું. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લાઓમાં આવી રહ્યું છે માવઠું, ખેડૂતોનું ટેન્શન વધારતી અંબાલાલની આગાહી
આ બાબતે રાહદારીએ જણાવ્યું હતું કે, હું અને મારો મિત્ર ડિમાર્ટ પાસે વ્હીકલ લેવા જતા હતા. ત્યારે બ્રિજ ઉપર અમે ચડ્યા ત્યારે ઓપોઝીટ ડાયરેક્શનમાં ગાડી આવી હતી. જે કપલ હતું તે લેફ્ટ સાઈડમાં એકદમ ધીમેથી ચલાવતા હતા. કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. અને એક્ટિવાને ટક્કર મારી હતી. એટલે જે ભાઈ હતા તે સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. અમે ગાડી રોકીને તરત પોલીસને બોલાવી હતી. તેમજ કપલને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. તેમજ ભાઈની હાલત ખૂબ જ ગંભીર હતી. જેઓને અમે સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.