ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Cannibal Pakistani brothers dig out corpses to eat them

ના હોય! / 'માણસ ગંધાય માણસ ખાંઉ' પાકિસ્તાનમાં 2 નરભક્ષી કબ્રસ્તાનના 150થી વધુ મડદા કરી ગયા છે ઓહિયા

Published By: Gayatri

Last Updated: 06:02 PM, 15 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો નોન વેજ ખાય એ સમજાય પણ માણસ થઈને માણસ ખાય? આ તે કેવું. પાકિસ્તાનમાં કબ્રસ્તાનમાંથી મડદાઓ કાઢીને તેને રાંધીને ખાતા બે માણસભક્ષી પકડાયા છે. તેમના ગુનાઓ સાંભળીને કંપારી છુટી જાય તેવી ગંધારી ગુનાની દાસ્તાન છે.

ADVERTISEMENT

  • જાનવરોને પણ શરમાવે એવુ કર્યુ છે કામ
  • કબરમાંથી મડદા ચોરી ખાઈ જતા હતા
  • એક નહીં બંને ભાઈ સાથે મળી મડદાની કરતા ઉજાણી

પાકિસ્તાનનાં પંજાબ પ્રાન્તમાં સ્થિત ભક્કર જિલ્લાનાં દરયા ખાન વિસ્તારમાં હાજર ખવાવર કલન ગામનાં રહેવાસી બે સગા ભાઈઓએ શેતાનને પણ શરમાવે એવું કામ કર્યુ છે. આમાંથી એક ભઆઈનું નામ મોહમ્મદ ફરમાન અલી છે જ્યારે બીજાનું નામ આરિફ અલી છે. બંને ભાઈ પરણેલા છે પણ તેમની પત્નીઓ તેમના હિંસક સ્વભાવને કારણે તેમને મૂકીને પિયર ભેગી થઈ ગઈ છે. 

સાયરા નામની મહિલાની લાશ ગાયબ થતા ફૂટયો ભાંડો
બન્ને નરભક્ષી ભાઈઓને વર્ષ 2011માં પ્રથમ વખત જ્યારે ધરપકડ કરવામાં આવી કે પાસેનાં એક કબ્રસ્તાનથી એક મહિલાની લાશ અચાનાક ગાયબ થઈ ગઈ હતી. આ મહિલાનું નામ સાયરા પરવીન હતુ તેની ઉંમર 24 જ વર્ષ હતી. તેના મોતનું કારણ કેન્સર હતુ. સાયરાનાં ઘરવાળાએ દફનવિધી કર્યાનાં બીજા દિવસે જોયું કે તેની કબર ખોદાયેલી હતી અને સાયરાની લાશ ગાયબ હતી.

તપાસમાં બે ભાઈના નામ ખુલ્યા4
તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ફરમાન અલી અને આરીફ અલી સાયરાના મૃતદેહ ગાયબ કરવાના મામલે સામેલ છે, ત્યારબાદ પોલીસ તેમના ઘરે પહોંચી અને જોયું કે અંદરના ઓરડામાં એક વાસણમાં કરી જેવું કંઈક હતું. 

ઘરની બહારથી મળ્યો મૃતદેહ
પોલીસે જ્યારે અન્ય સ્થળોએ તપાસ કરી ત્યારે તેમને સાયરાનો મૃતદેહ ઘરની બહારના કોથળામાં મળી આવ્યો, જેને જોઇને તેઓ આશ્ચર્યચકિત થયા હતા. કારણ કે લાશનાં તમામ અંગો કપાયેલા હતા. ત્યારબાદ પોલીસે બંને ભાઈઓને કસ્ટડીમાં લઈ લીધા. 

મૃતદેહમાંથી બનાવતા હતા કરી
ભોજન ભરેલા વાસણને પરીક્ષણ માટે લેબમાં મોકલી આપી હતી, જ્યાં જાણવા મળ્યું કે કરી માનવ શરીરમાંથી બનાવવામાં આવી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

cannibal deadbody maneater pakistan નરભક્ષી પાકિસ્તાન માણસ ખાઉ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ