બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Can fast even though eating daily

ફૂડ / રોજ જમવા છતાં પણ કરી શકો છો ઉપવાસ

Published By: vtvAdmin

Last Updated: 04:48 PM, 29 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર આપણે સાંભળ્યુ હશે કે રોજ જમવા છતા પણ હું ઉપવાસ કરુ છુ. આશ્ચર્ય સમાન લાગતી આ વાત કે મજાક હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાચી પડી છે. રોજ ભરપેટ ખાવા છતા ઉપવાસ કરવાને ઇંટરમિટેંટ ફાસ્ટિંગ કહેવાય છે. ઉપવાસની આ રીત આરોગ્ય માટે ફાયદાકારક હોઇ શકે છે.

આ પધ્ધતિમા રોજ આઠથી 10 કલાકનો સમય ફિક્સ કરવામાં આવે છે. તેમાં પોતાની ઇચ્છા અનુસાર ઘણુ બધુ ખાઇ શકાય છે. આ સિવાય બચેલા 14થી 16 કલાક કંઇ પણ ખાવાનુ હોતુ નથી. આ સમયમાં તમે પાણી કે જ્યુસ જેવા લિકવિડ લઇ શકો છો. ચા કે કોફીના શોખીન હો તો તેનુ સેવન પણ કરી શકો છો. બસ એવું કંઇક ખાવામાંથી બચવાનું છે જેને પચાવવામાં શરીરે મહેનત કરવી પડે.

‘ઓબેસિટી કોડ’ પુસ્તકના લેખક ડો જેસન ફંગ કહે છે કે કોઇ પણ સમયે જ્યારે તમે કંઇ પણ ખાતા નથી ત્યારે તમે વ્રતમા હો છો. ચાર કલાકથી વધુ સમય કંઇ ન ખાવુ તે એક પ્રકારનો ઉપવાસ જ છે. ઘણી વાર લોકો એટલે ખાય છે કેમકે તેમનો જમવાનો સમય થઇ ગયો છે. ભલે તેને ખાવાની ઇચ્છા ન હોય. જે વસ્તુ તમે ખાવા નથી ઇચ્છતા તે ન ખાવ. તમારુ શરીર જાણે છે કે શું કરવાનું છે.

તે વધુ ચરબીનો ઉપયોગ કરી લેશે.
આ પ્રક્રિયા વજન ઘટાડવામાં કારગત છે. જો તમે દિવસના 14થી 16 કલાક કંઇ ખાતા નથી તો તમારા પાચનતંત્રને પુરતો આરામ મળે છે. તે અંદરના અંગોના આરોગ્ય માટે પણ સારુ છે. જ્યારે તમે જમતા નથી ત્યારે શરીર તેની જરુરિયાતને અંદરથી જ પુરી કરી લે છે. રોજ આ રીતે કેટલાક કલાકના ઉપવાસથી હેલ્થને ફાયદો થાય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Fast Food lifestyle weight loss ઉપવાસ ફૂડ food

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ