ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / Cabinet reshuffle may happen soon in Karnataka, Chief Minister will meet BJP central leadership

રાજકારણ / કર્ણાટકમાં જલ્દી થઈ શકે છે કેબિનેટમાં ફેરબદલ, મુખ્યમંત્રી કરશે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત

Published By: Kavan

Last Updated: 08:00 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ શનિવારે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મળશે. તેમણે કહ્યું કે રાજ્ય કેબિનેટની બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવશે. જો કે કેબિનેટનું વિસ્તરણ થશે કે ફેરબદલ થશે તે હજુ સ્પષ્ટ નથી.

ADVERTISEMENT

  • ટૂંક સમયમાં દિલ્હીના કેન્દ્રીય નેતૃત્વને મળશે મુખ્યમંત્રી
  • કેબિનેટનું વિસ્તરણ થશે કે કેબિનેટમાં ફેરબદલ થશે તે સ્પષ્ટ નથી
  • ભાજપ હાઈકમાન્ડ તરફથી સંકેત મળ્યા બાદ જ ખબર પડશે:મુખ્યમંત્રી
  • કેબિનેટમાં નવા ચહેરાઓને તક મળી શકે છે
  • CMએ કહ્યું- હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે

કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ શનિવારે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મળશે. રાજ્ય કેબિનેટની બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવશે. તેમણે હજુ સુધીએ સ્પષ્ટ કર્યું નથી કે કેબિનેટનું વિસ્તરણ થશે કે કેબિનેટમાં ફેરબદલ થશે. મુખ્યમંત્રીએઁ કહ્યું કે ભાજપ હાઈ કમાન્ડ તરફથી સંકેત મળ્યા બાદ જ ખબર પડશે કે ક્યા નવા ચહેરાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે.

સીએમ બોમાઈએ કહ્યું કે, હું ટૂંક સમયમાં કેબિનેટ અંગે ચર્ચા કરવા દિલ્હી જઈશ. જ્યારે પત્રકારોએ મુખ્યમંત્રીને પૂછ્યું કે શું જીલ્લાના વરિષ્ઠ નેતાઓને મંત્રીમંડળમાં તક આપવામાં આવશે.  જેમની સાથે સાવ કી મા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. જેના પર મુખ્યમંત્રીને કહ્યું કે આ સ્ટેપ બાય ટ્રીટમેન્ટ નથી. રાજકીય પરિસ્થિતિને કારણે તક આપી શકાતી નથી. ચિત્રદુર્ગાને તક આપવાનો પ્રયાસ કરીશું.

CM- એ કહ્યું- હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે
કેટલાક આક્ષેપોને પગલે મંત્રાલયમાંથી રાજીનામું આપનાર નેતાઓને મંત્રાલયમાં સામેલ કરવામાં આવશે કે કેમ તે અંગે પૂછવામાં આવ્યું હતું કે તેમાંથી કેટલાક પક્ષના નેતાઓને મળ્યા હોવાનું કહેવાયા છે. આના પર મુખ્યમંત્રીએ કહ્યું કે હું અનુમાનના પ્રશ્રોના જવાબમાં આપી શકતો નથી. બધા ઉમેદવારો પ્રયાસ કરે છે, પરંતું  અંતે હાઈકમાન્ડ જ નક્કી કરે છે.  જ્યારે પત્રકારોએ મુખ્ય પ્રધાનને પૂછ્યું કે શું કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે અથવા ફેરબદલ કરવામાં આવશે. ત્યારે સીએમ બોમાઈએ કહ્યું કે પ્રતીક્ષા કરો અને જુઓ, એટલે કે શું થવાનું છે તે સ્પષ્ટ કર્યું ન હતું અને નિવેદનો ટાળવા માટે દેખાયા હતા. અગાઉ બોમાઈએ મંગળવારે કહ્યું હતું કે તેઓ આ અઠવાડિયે કેબિનેટની ચર્ચા કરવા માટે પાર્ટી નેતૃત્વ સાથે નવી દિલ્હી જશે.

વિધાનસભાની ચૂંટણી પહેલે કેબિનેટમાં ફેરફાર શક્ય છે
તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાક સમયથી સીએમ બોમાઈ પર નવા ચહેરાઓને સામેલ કરવાનું દબાણ હતું. સીએમ બોમાઈ પર વિસ્તીરણ માટે ઘણું બધું દબાણ છે અને કેબિનેટમાં કોઈ ફેરબદલ નથી. જો કે છ ખાલી જગ્યાઓ ભરવા અને આ ચહેરાઓને સામેલ કરીને કેબિનેટનું વિસ્તરણ કરવાના અહેવાલો હતા. પરંતું કર્ણાટકમાં પણ ગુજરાત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને સમગ્ર મંત્રીમંડળની બદલી થઈ શકે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

BJP KARNATAK CM Bommai elaction karnatak politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ