ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, અનાજ વિતરણથી લઇને.., જાણો કયા મુદ્દાઓ ચર્ચાશે
Last Updated: 09:32 AM, 24 September 2025
ADVERTISEMENT
ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદ અને તેની અસર અંગે સમીક્ષા કરવામાં આવશે. તેમજ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અને અનાજ વિતરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી કેબિનેટ સાથે વિસ્તૃત સમીક્ષા કરશે
વર્તમાન સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જીવન પર અસર પડી છે. ખેડૂત વર્ગને થતા નુકસાન, લોકોને થતા હાલાકી અને રાહત કામગીરી અંગે મુખ્યમંત્રી કેબિનેટ સાથે વિસ્તૃત સમીક્ષા કરશે.
ADVERTISEMENT

તહેવારને ધ્યાને રાખી સુરક્ષા અંગે ચર્ચા કરાશે
ADVERTISEMENT
તે ઉપરાંત આગામી દિવસોમાં નવરાત્રી, દશેરા અને દિવાળીની ઉજવણીને લઈને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવશે. તહેવાર દરમ્યાન ભારે ભીડ એકઠી થતી હોય છે, જેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને અવશ્યક દિશાનિર્દેશો આપવામાં આવશે.

ADVERTISEMENT
પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણ આયોજન અંગે સમીક્ષા કરશે
આ સાથે તહેવારના સમયે જાહેર વિતરણ પ્રણાલી (PDS) દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ કેવી રીતે અસરકારક રીતે કરવું તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. પુરવઠા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ વિતરણ કાર્યક્રમોનું પણ સમીક્ષણ થવાની સંભાવના છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 29 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ, હવામાન વિભાગે નવરાત્રીમાં જાહેર કર્યું યલો એલર્ટ
આ બેઠકમાં રાજ્યના વિવિધ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના વડાઓ હાજરી આપશે. રાજ્ય સરકાર તરફથી તહેવાર સમયે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે સર્વત્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.