બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / 29 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ, હવામાન વિભાગે નવરાત્રીમાં જાહેર કર્યું યલો એલર્ટ

photo-story

7 ફોટો ગેલેરી

મેઘમહેર / 29 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ, હવામાન વિભાગે નવરાત્રીમાં જાહેર કર્યું યલો એલર્ટ

Last Updated: 06:37 AM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નવરાત્રીના રંગમાં વરસાદ ખલેલ પાડશે કે નહીં? હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસતો રહેશે.

1/7

photoStories-logo

1. નવી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગે જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન વરસાદ પૂરી રીતે વિદાય લેશે તેવી શક્યતા ઓછી છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાથી મેઘરાજા હજી થોડા દિવસ ગુજરાતમાં રોકાશે. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અમદાવાદમાં વરસાદની શક્યતા

24 સપ્ટેમ્બરે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને સુરત અને વડોદરામાં સૌથી વધુ વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. દક્ષિણમાં વરસાદનું જોર વધારે રહેશે

25 સપ્ટેમ્બરે વરસાદનું જોર થોડું ઓછું થશે. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વધુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 26 મી તારીખે દક્ષિણાં સૌથી વધારે વરસાદ થશે

26 સપ્ટેમ્બરે વરસાદનો માહોલ યથાવત રહેશે. આણંદથી લઈને રાજકોટ અને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે. વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ

27 સપ્ટેમ્બરે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ

28 સપ્ટેમ્બરે વરસાદ ફરીથી તેજ થવાની આગાહી છે. વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. વરસાદની શક્યતા નહીવત્ત

29 સપ્ટેમ્બરે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીનાં ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. એટલે નવરાત્રીના છેલ્લા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાતાવરણ સાફ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rain During Navratri Gujarat Rain forecast Gujarat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ