ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રવાસ / c plane service will start soon

ભેટ / સી-પ્લેનમાં બેસવાનું ગુજરાતીઓનું સપનું ફરી થશે સાકાર, સરકારે આપ્યા મોટા સંકેત

Published By: Khyati

Last Updated: 03:58 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓને સરકાર તરફથી ભેટ, અમદાવાદ-કેવડિયા સી-પ્લેન પુનઃશરૂ થશે, હેલિકોપ્ટર જોય રાઇડ્સ શરૂ થશે

ADVERTISEMENT

  • અમદાવાદ-કેવડિયા સી-પ્લેન સેવા શરૂ થશે 
  • કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આપ્યા સંકેત
  • ટૂંક સમયમાં શરૂ થશે સી-પ્લેન સેવા 

નવા વર્ષને લઇને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે અમદાવાદને નવા વર્ષની ભેટ આપી છે. ગુજરાતમાં ફરવાલાયક સ્થળોમાનું એક એવા કેવડિયા કોલોની  જવા માટે સી-પ્લેનની સુવિધાનો પુનઃ પ્રારંભ થશે.  કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સંકેત આપતા જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ સી પ્લેન સેવા શરૂ થશે. અમદાવાદથી કેવડિયા સુધી હવાઇયાત્રા શરૂ થશે.

નવેમ્બર 2020માં સી-પ્લેનની શરૂઆત

 દેશમાં પ્રથમ વાર અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર-2020માં સી-પ્લેન સેવા શરૂઆત કરવામાં આવી હતી.  31 ઓક્ટોબર-2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ સફર કરીને વિવિધત રીતે આ સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. પરંતુ કરોડોના ખર્ચ બાદ પણ સી-પ્લેન સેવા નિયમિત ચાલતી ન હતી.છેલ્લે સી પ્લેન 8 એપ્રિલ 2021ના રોજ અમદાવાદથી કેવડિયા પહોંચ્યુ હતું. 17 એપ્રિલે સી-પ્લેન અમદાવાદથી મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવ્યુ હતું. જો કે સી પ્લેન શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ 50 વર્ષ જૂનું હોવાનું જાણ થતા પ્રવાસીઓ પણ આ સી પ્લેનમાં બેસવા માટે મુંઝવણ અનુભવતા હતા.અત્યાર સુધીમાં 4 વાર મેંટેનસ માટે સી પ્લેન ને મુક્લવામાં આવ્યું છે.

રિવરફ્રન્ટ હેલીપેડથી હેલિકોપ્ટર જોય રાઇડ્સ શરૂ થશે

રિવરફ્રન્ટ હેલીપેડથી હેલિકોપ્ટર જોય રાઇડ્સ શરૂ કરાશે.એરોટ્રાન્સ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી આ હેલિકોપ્ટર જોયરાઈડ્સ શરૂ કરવામાં આવશે.સાંજે 4 વાગે રિવરફ્રન્ટ હેલીપેડ ખાતે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ રાઈડ્સ શરૂ થશે.

અમદાવાદની હવાઇ સફર શક્ય બનશે

આ રાઈડ રિવરફ્રન્ટ હેલીપેડથી PM મોદી સ્ટેડિયમ સુધી જઇ પરત ફરશે.તો રાઇડસનો અન્ય એક રૂટ રિવરફ્રન્ટથી સાયન્સ સિટીનો પણ રહેશે.આપને જણાવી દઈએ કે, દરેક રાઈડમાં પાંચ મુસાફરો હશે અને 9 મિનિટનો સમય રહેશે. અને રાઈડની કિંમત દરેક મુસાફર દીઠ રૂપિયા 2 હજાર 360 રહેશે. જો કે આ રાઇડસ દર શનિવારે બપોરે અને રવિવારે સવારે માણી શકાશે.

સંકળાયેલા મુદ્દાઓ

C plane Gujarati News અમદાવાદ કેવડિયા ગુજરાતી ન્યૂઝ સી પ્લેન Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ