બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / buy new electric scooters for less than Rs. 42000, will offer 100 km range on a single charge
ADVERTISEMENT
સિંગલ ચાર્જમાં 100 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ
ગુજરાત આધારિત ઇલેક્ટ્રિક સ્ટાર્ટઅપ ગ્રેટા ઇલેક્ટ્રિકે દેશમાં ગ્રેટા હાર્પર ZX સિરીઝ 1 સ્કૂટર લૉન્ચ કરવાનું એલાન કર્યું છે ગ્રાહકોના બજેટમાં આવી શકે એટલા માટે આ ઇલેક્ટ્રિક સ્કૂટરે પોતાનો અનોખો બેટરીનો પ્લાન પણ આપ્યો છે આમાં તમે બેટરી અને ચાર્જર તમારા ઉપયોગ મુજબ ચોઈસ કરી શકશો. ગ્રેટા હાર્પર ZX સિરીઝ-1 ઇલેક્ટ્રિક સ્કૂટરની શરૂવાતી શો રૂમ ભાવ 41,999 રૂપિયા છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જર તકનિક સાથે માર્કેટમાં આવશે. જેની મદદથી આ ફૂલ ચાર્જ કરવા માટે 5 કલાક અને 80 ટકા ચાર્જ માટે 3 કલાકનો સમય લાગે છે . કંપનીનો દાવો છે કે આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 100 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.
આ સ્કૂટર ત્રણ રાઈડ મોડમાં આવશે
આ ટુ વ્હીલરમાં ત્રણ મોડ આવે છે જેમાં ઇકો, સિટી અને ટર્બો મોડ્સ હશે. ટોપ કન્ફિગ્યુરેશન મોડેલમાં આ સિંગલ ચાર્જમાં 100 કિલોમીટરની રેન્જ આપશે
જેના માટે તમારે ઇકો મોડમાં ચલાવવી પડશે જ્યારે સિટી મોડમાં 80 કિલોમીટર અને ટર્બો મોડમાં 70 કિમીની રેન્જ આપશે
ADVERTISEMENT
બેટરીના ભાવ અલગ અલગ હશે
| V2 48v-24Ah for 60 km per charge | Rs. 17,000- 20,000 |
| V2+ 60v-24Ah for 60 km per charge | Rs. 21,000-24,000 |
| V3 48v-30Ah for 100 km per charge | Rs. 22,000- 25,000 |
| V3+ 60v-30Ah for 100 km per charge | Rs. 27,000- 31,000 |
ADVERTISEMENT
આ સાથે જ આ સ્કૂટરનું ચાર્જર 3000 થી લઈને 5000 સુધીનું આવશે એટલે કે ટોટલ 40,000ની નીચે આ સ્કૂટરની કિંમત થશે
આ સ્કૂટર આટલા હાઈટેક ફીચર્સથી સજ્જ
ગ્રેટા હાર્પર ZX સિરીઝ-1 થ્રી-સ્પીડ ડ્રાઇવ મોડ, રિવર્સ મોડ, LED, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને કીલેસ સ્ટાર્ટ સાથે આવે છે. અલગ ક્રુઝ કંટ્રોલ, વાયરલેસ કંટ્રોલર, હાઇવે લાઇટ, સાઇડ ઇન્ડિકેટર બઝર અને ટ્રિપ રીસેટ સાથે LED મીટર જેવી સુવિધાઓ પણ EV સાથે આપવામાં આવી છે. સલામતીની દ્રષ્ટિએ, ગ્રેટા ZX સિરીઝ-1 માં ઇગ્નીશન/ચાઇલ્ડ લૉક, પાર્ક મોડ, ફિક્સ્ડ રિવર્સ સ્પીડ લિમિટ, બહેતર શોક એબ્સોર્બ અને I-65 ગ્રેડ વોટર પ્રૂફિંગ આપવામાં આવ્યું છે. આ સાથે, કંપનીએ 10-ઇંચના વ્હીલ્સ, આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક, પાછળના ભાગમાં સેલ શોકર્સ, આગળના વ્હીલમાં હાઇડ્રોલિક ડિસ્ક બ્રેક્સ અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક્સ આપ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.