બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા સમજી લેજો સફળ થવાની ફોર્મ્યુલા, જાણો ફાયદા-ગેરફાયદા
Last Updated: 09:00 AM, 3 June 2025
Systematic Investment in Mutual Funds: જો વાત કરીએ માર્કેટની તો રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારો ઓપ્શન છે. પણ તમારી જેમ હજુ ઘણા એવા લોકો હશે કે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સાચી રીતથી અજાણ હશે. ત્યારે ચાલો આજે સમજીએ કે સમજણપૂર્વકનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેવી રીતે કરવું કે જે તમને કરોડપતિ બનાવી શકે છે.
ADVERTISEMENT
સૌથી પહેલા તો કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા એ સમજવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડ શું છે અને તેમ કેવી રીતે સિસ્ટમેટિક રોકાણ કરવાથી સફળતા મળી શકે તે ફોર્મ્યુલા સમજવી જરૂરી છે.
આપણે ત્યાં હજુ પણ મેજોરીટી એટલે કે મોટા ભાગના લોકો ખાસ કરીને જે લોકો નોકરિયાત છે ત લોકો રોકાણ માટે આ ફોર્મ્યુલા અપનાવે છે.
ADVERTISEMENT
આવક – ખર્ચ = રોકાણ (પૈસા બચેતો)
પણ અહિયાં એ સમજવું જરૂરી છે કે આ ફોર્મ્યુલા નથી આ Mind-set છે. જો તમે પણ આ પ્રકારની ફોર્મ્યુલા અપનાવી રહ્યા હોવ તો આ ખોટું છે. જો તમે પણ રોકાણ કરીને કરોડપતિ થવા માંગો છો તો તમારે પણ આ ફોર્મ્યુલા અપનાવી જોઈએ રોકાણ માટે અને તે છે
ADVERTISEMENT
આવક – જીવન જરૂરિયાત ખર્ચ = રોકાણ (ગોલ પ્લાનિંગ મુજબ)
જો તમે પણ તમારી આવક માંથી જીવન નિર્વાહનો ખર્ચ બાદ કરતાં બચતી રકમમાંથી ગોલ પ્લાનિંગ મુજબ રોકાણ કરશો તો કરોડપતિ બનવાની તમારી સફર પણ સરળ થઈ જશે.
ADVERTISEMENT
હા જ્યાં સુધી શોખ પૂરા કરવાની વાત છે તે આ ફોર્મ્યુલા મુજબ રોકાણ કર્યા પછી જે બચત થાય તેમાંથી કરી શકાય.
આ પણ વાંચો: શું હોમ લોન પર ઘટશે વ્યાજ દર? RBI આપી શકે છે ગુડ ન્યૂઝ!
ADVERTISEMENT

ADVERTISEMENT
મ્યુચ્યુઅલ ફંડ એ એક રોકાણ માટેનું સાધન છે. જેમાં રોકાણકારોના પૈસા નિષ્ણાત ફંડ મેનેજર દ્વારા વિવિધ જગ્યાએ રોકવામાં આવે છે. જેમકે શેરબજાર, બોન્ડ, ગવર્નમેન્ટ સિક્યોરીટી, સોનું, અને અન્ય સિક્યોરીટી.
શેરબજારથી મોટા ભાગના લોકો દૂર રહેવાનું પસંદ કરે છે. અને શેરબજારમાં રોકાણ કરતાં ડરે છે કે અચકાય છે અને ડર લાગવો પણ સ્વાભાવિક છે કારણ કે બોલિવૂડે શેરબજારને બદનામ કરીને રાખ્યું છે. પણ આપણે એવું માનીએ કે આપણાં નસીબ ખૂબ ખરાબ છે ને સૌથી ખરાબ રોકાણ સલાહકાર મળ્યો ને સૌથી ખરાબ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ સિલેક્ટ થઈ ગઈ. તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. જો તમે 8 થી 10 વર્ષ માટે રોકાણ કરીને રાખશો તો FD(Fixed Deposit) કરતાં તો સારું જ વળતર મળશે (અંદાજિત 9 થી 12 % તો મળી જશે). અને જો થોડું વધારે રીસર્ચ કરી ને રોકાણ કરશો તો 15 થી 18% વળતર મળશે.
આ પણ વાંચો: ડિજિટલ પેમેન્ટનો ભારતમાં ફરી દબદબો, UPI ટ્રાન્ઝેક્શનનો આંકડો ચક્કર આવી જાય તેવો

મ્યુચ્યુઅલ ફંડ ના ફાયદા તો સમજ્યા પણ સિક્કાની બે બાજુ હોય એમ મ્યુચ્યુઅલ ફંડના ગેરફાયદા પણ છે.
આ પણ વાંચો: સસ્તી થશે લોન ! RBI ત્રીજી વાર ઘટાડશે રેપોરેટ, સામાન્ય લોકોને થશે રાહત

મ્યુચ્યુઅલ ફંડના 15-15-15 નિયમથી કરોડપતિ બનવા સુધીની સફર
આ નિયમ SIP (Systematic Investment Plan) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે લાગુ પડે છે. જો તમે નિયમિત રીતે 15 વર્ષ સુધી દર મહિને ₹15,000 મ્યુચ્યુઅલ ફંડમાં રોકો છો અને સરેરાશ 15% return મળે છે તો તમે આશરે 1 કરોડ રૂપિયાથી પણ વધુના માલિક બની શકો છો.
ચાલો આને હિસાબ સાથે સમજીએ:
સંકળાયેલા મુદ્દાઓ
Author Hemal Thakkar is a Chartered Accountant & Investment Advisor with over 11 years of experience.
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.