ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:55 AM, 2 June 2025
ADVERTISEMENT
ભારતીય રિઝર્વ બેંક (RBI) સતત ત્રીજી વખત વ્યાજ દરોમાં ઘટાડો કરવા જઈ રહી છે. જેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળી શકે છે. છૂટક ફુગાવો ત્રણ મહિના માટે સરેરાશ 4% ના લક્ષ્યાંકથી નીચે રહેવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે રેપો રેટમાં ફરીથી 0.25%નો ઘટાડો થઈ શકે છે. જો આવું થશે તો આ વર્ષે અત્યાર સુધીમાં વ્યાજ દરમાં .75%નો ઘટાડો થશે. નાણાકીય નીતિ સમિતિ આગામી દ્વિમાસિક નાણાકીય નીતિ પર 4 જૂને ચર્ચા શરૂ કરશે. જ્યારે નિર્ણય 6 જૂને જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
એપ્રિલમાં બેન્કનો રેપોરેટ ઘટાડીને 6% કરાયો
એક્સપર્ટના મતે ધીમી વૃદ્ધિ અને નિયંત્રિત ફુગાવાને કારણે નાણાકીય નીતિમાં વધુ સરળતા લાવવાનો અવકાશ રહ્યો છે. ભારતનો GDP વૃદ્ધિ દર FY25 માં ઘટીને 6.5% થયો જે પાછલા વર્ષના 9.2% હતો. જોકે માર્ચ ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારી 7.4% વૃદ્ધિ જોવા મળી હતી. દરમિયાન ફુગાવો RBIના 4% લક્ષ્યાંકની અંદર રહે છે. એપ્રિલમાં RBI એ તેનો રેપો રેટ - જે દરે તે બેંકોને ધિરાણ આપે છે - 25 બેસિસ પોઈન્ટ (100 બેસિસ પોઈન્ટ = 1 ટકા પોઈન્ટ) ઘટાડીને 6% કર્યો.
ADVERTISEMENT
અગાઉ 2 વાર રેપોરેટમાં કર્યો છે ઘટાડો
અગાઉ RBI એ ફેબ્રુઆરી અને એપ્રિલમાં બે વાર મુખ્ય વ્યાજ દર (રેપો રેટ) માં 0.50% નો ઘટાડો કર્યો હતો. જે તેને 6% સુધી ઘટાડ્યો હતો. RBI એ મોટા પ્રમાણમાં તરલતા સુનિશ્ચિત કરીને નાણાકીય પરિસ્થિતિઓને પહેલાથી જ હળવી કરી દીધી છે. RBI એ રૂપિયાની તરલતા વધારીને અને બેંકો પાસેથી વધારાના ભંડોળને શોષવા માટે મની માર્કેટમાંથી સામાન્ય ઉધાર લેવાનું ટાળીને આ કર્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: સોના ચાંદીના શું હાલ? નરમ પડ્યું કે વધી ચમક? જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

ADVERTISEMENT
જાણીતા અર્થશાસ્ત્રીના જણાવ્યા મુજબ ચાલુ નાણાકીય વર્ષ માટે છૂટક ફુગાવો 4% રહેવાની ધારણા સાથે MPC દ્વારા નાણાકીય સરળતા ચાલુ રહેવાની શક્યતા છે. આવતા અઠવાડિયે 0.25% નો દર ઘટાડો થવાની ધારણા છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળની 6 સભ્યોની MPC એ તેની એપ્રિલ નીતિમાં વલણ 'તટસ્થ' થી 'ઉદાર' માં બદલવાનો નિર્ણય પણ લીધો હતો. જેના પછી દર ઘટાડાની અપેક્ષાઓ વધી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT