બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:46 PM, 2 June 2025
ડિજિટલ પેમેન્ટ તરફ લોકોનો ઝુકાવ કેટલી ઝડપથી વધ્યો છે તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે ફક્ત મે મહિનામાં જ 18.68 અબજ ડોલરના વ્યવહારો થયા છે. આ એપ્રિલ મહિના કરતા 4 ટકા વધુ છે. અગાઉ એપ્રિલમાં 17.89 અબજ રૂપિયાના વ્યવહારો થયા હતા. જો આપણે ચલણની દ્રષ્ટિએ જોઈએ તો મે મહિનામાં 25.14 લાખ કરોડ રૂપિયાનો વ્યવહાર થયો છે. જે એક મહિના પહેલા એપ્રિલમાં 23.95 કરોડ રૂપિયા હતો.
ADVERTISEMENT
વાર્ષિક 33 ટકાનો વધારો
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં UPI ચુકવણીમાં આ 33 ટકાનો વધારો છે. પરંતુ એપ્રિલની સરખામણીમાં તે લગભગ 14 ટકા વધુ છે. મે મહિનામાં દરરોજ સરેરાશ 602 મિલિયન વ્યવહારો થયા. તેની કુલ કિંમત 81106 કરોડ રૂપિયા છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે 2016 માં દેશમાં શરૂ થયેલ UPI ખાસ કરીને નોટબંધી પછી લોકપ્રિયતા મેળવી છે. એક તરફ સ્માર્ટફોન ઝડપથી લોકો સુધી પહોંચ્યા છે. તો બીજી તરફ PhonePe, Google Pe અને PayTM જેવી એપ્સે ડિજિટલ ચુકવણીને વધુ મજબૂત બનાવી છે. આવી સ્થિતિમાં UPI એ ડિજિટલ પેમેન્ટમાં તેનો વ્યાપ ઝડપથી વધાર્યો છે.
વધુ વાંચો: સસ્તી થશે લોન ! RBI ત્રીજી વાર ઘટાડશે રેપોરેટ, સામાન્ય લોકોને થશે રાહત
ADVERTISEMENT

UPI ની લોકપ્રિયતા ઝડપથી વધી
ADVERTISEMENT
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ વ્યવહારો 83.7 ટકા રહ્યા. જે એક વર્ષ પહેલા 79.7 ટકા હતા. RBI એ કહ્યું કે 2028-29 સુધીમાં તે UPI નો વ્યાપ વિશ્વના લગભગ 20 દેશોમાં વિસ્તારશે. ભારતીય UPI એપ પહેલાથી જ ભૂટાન, ફ્રાન્સ, નેપાળ, મોરેશિયસ, સિંગાપોર, શ્રીલંકા તેમજ UAEમાં QR કોડ દ્વારા સ્વીકારવામાં આવે છે. આનાથી ભારતીય વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ માટે UPI એપ દ્વારા ચુકવણી કરવાનું ઘણું સરળ બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.