ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / bs6 compliant maruti suzuki ertiga launched
ADVERTISEMENT
Maruti Suzuki એ BS6 પેટ્રોલ એન્જીન વાળી Ertiga લૉન્ચ કરી દીધી. નવા એમિશન નૉર્મ્સ વાળા એન્જીનની સાથે આ પોપ્યુલર એમપીવીની કિંમત આશરે 10 હજાર રૂપિયા સુધી વધારી દીધી છે. BS6 Maruti Ertiga ની કિંમત 7.54 લાખથી 10.05 લાખ રૂપિયાની વચ્ચે છે. આ પહેલા એની કિંમત 7.44 લાખથી 9.95 લાખ રૂપિયાની વચ્ચે હતી.
ADVERTISEMENT
મારૂતિ સુઝુકીએ સીએનજી વાળી અર્ટિંગાની લૉન્ચિંગના થોડાક દિવસો બાદ જ BS 6 પેટ્રોલ એન્જીન વાળી અર્ટિંગા લૉન્ચ કરી છે. કંપનીએ શુક્રવારે ફેક્ટ્રી ફિટેડ સીએનજી કિટની સાથે અર્ટિગાને 8.87 લાખ રૂપિયાની કિંમતમાં બજારમાં ઊતારી હતી. એના VXI વેરિયન્ટમાં સીએનજીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે સીએનજી વાળી અર્ટિંગાની માઇલેજ 26.20 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ છે. અર્ટિંગા સીએનજીમાં k15B 1.5 લીટર એન્જીન છે, જે 92 hp નો પાવર અને 122 Nm ટાર્ક જનરેટ કરે છે.

ADVERTISEMENT
BS 6 અર્ટિંગાની વાત કરીએ તો એમાં અપડેટેડ એન્જીન ઉપરાંત કોઇ બીજો ફેરફાર કરવામાં આવ્યો નથી. અર્ટિંગામાં K15B 1.5 લીટર સ્માર્ટ હાઇબ્રિડ પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે, જે હવે નવા એમિશન નોર્મ્સ BS 6 ના અનુરૂપ છે. જણાવી દઇએ કે મારૂતિ માત્ર પેટ્રોલ એન્જીનને BS 6માં અપડેટ કરી રહી છે, કારણ કે કંપનીએ પહેલા જ જાહેરાત કરી ચુકી છે કે એ એપ્રિલ 2020થી ડિઝલ એન્જીનની ગાડીઓ બંધ કરી દેશે. BS 6 એમિશન નૉર્મ્સ તમામ નવી ગાડીઓમાં એપ્રિલ 2020 થી ફરજિયાત થઇ જશે.
સેફ્ટી
મારૂતિ અર્ટિંગાૉમાં ડ્યૂલ ફ્રંટ એરબેગ્સ, હાઇ સ્પીડ વોર્નિંગ અલર્ટ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કરેજ, ઇબીડીની સાથે એબીએસ, બ્રેક અસિસ્ટ અને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જેવા સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ એટલે કે તમામ વેરિયન્ટમાં આપવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો