ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલિવૂડ ફિલ્મોમાં નજરે પડેલી અભિનેત્રી આર્યા બેનર્જીનું સંદિગ્ધ અવસ્થામાં મોત થઈ ગયુ છે. તેનું શબ કલકત્તાના તેના ફ્લેટમાંથી મળી આવ્યું છે. હાલમાં તો આર્યાના મોતનું કારણ જાણવા મળ્યુ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અભિનેત્રીનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. તેનું ઘર સાઉથ કલકત્તાના જોધપુર પાર્કમાં આવેલુ છે.
નાકમાંથી લોહી વહી રહ્યું હતું અને મોંમાંથી ઉલટી થઈ હતી
ADVERTISEMENT
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કામવાળી આર્યા બેનરજીના ઘરે કામ કરવા ગઈ હતી પણ અનેકવાર ફોન કર્યા પછી પણ તેને કોઈ જવાબ મળ્યો નહોતો. શંકા જવાથી તેણે ઝીલ પોલીસ સ્ટેશનમાં આવીને જાણ કરી હતી.માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આર્યા બેનરજીનો ફ્લેટ અંદરથી બંધ હતો. પોલીસ ફ્લેટનો દરવાજો તોડીને અંદર દાખલ થઈ હતી, પોલીસે ઘરની અંદર પલંગ પર એક્ટ્રેસની લાશ જોઈ. તેના નાકમાંથી લોહી વહી રહ્યું હતું અને મોંમાંથી ઉલટી થઈ હતી.
‘લવ સેક્સ ઓર ધોખા’ માં પણ કામ કર્યુ
ADVERTISEMENT
આર્યાએ વિદ્યા બાલનની ફિલ્મ ડર્ટી પિક્ચરમાં એક નાનો એવો પણ મહત્વનો રોલ નિભાવ્યો હતો. તે એક ગીતમાં વિદ્યા સાથે ટક્કર લેતી દેખાય છે. તેણે ડર્ટી પિક્ચરમાં ‘હનીમૂન કી રાત’ ગીત પર ડાંસ કર્યો હતો. આ ફિલ્મમાં આર્યાએ શકીલ નામનું પાત્ર ભજવ્યુ હતું. તો વળી તેને ‘લવ સેક્સ ઓર ધોખા’ માં પણ તેણે કામ કર્યુ હતું. આર્યા બેનરજીનું અસલી નામ દેવદત્તા બેનરજી હતું. તે પ્રસિદ્ધ સિતાર વાદક પંડિત નિખિલ બેનરજીની સૌથી નાની પુત્રી હતી.
સંકળાયેલા મુદ્દાઓ