ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યો છે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પોસ્ટે જગાવી ચર્ચા

મનોરંજન / ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યો છે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પોસ્ટે જગાવી ચર્ચા

Published By: Nidhi Panchal

Last Updated: 05:57 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિષેક બચ્ચનની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટ ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે શાંત રહેતા અભિષેકે આ વખતે એવી વાતો કરી છે કે દરેક જણ પાછળનું કારણ જાણવા ઇચ્છે છે.

ADVERTISEMENT

અભિષેક બચ્ચનની એક ખાસ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેતા નથી પરંતુ આ વખતે તેમણે એક એવી પોસ્ટ શેર કરી છે જે તેમના ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. અભિષેકે પોતાના દિલની લાગણીઓ વ્યક્ત કરતી કેટલીક પંક્તિઓ લખી છે, જેના પરથી ચાહકો અલગ-અલગ અનુમાન લગાવી રહ્યા છે કે શું તે પોતાની લાગણીઓ શેર કરી રહ્યા છે કે પછી તેના આવનારા કોઈ ખાસ પ્રોજેક્ટનો સંકેત આપી રહ્યા છે.

abishek

પોસ્ટમાં શું લખ્યું છે ?

અભિષેક બચ્ચનની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, "હું એક વાર માટે ગાયબ થઈ જવા માંગુ છું, હું ફરીથી ભીડમાં મારી જાતને શોધવા માંગુ છું. મારી પાસે જે કંઈ હતું, મેં તે બધું મારા પ્રિયજનોને આપી દીધું છે, હવે હું ફક્ત મારા માટે થોડો સમય ઇચ્છું છું." તેમના આ શબ્દો ચાહકોના દિલને સ્પર્શી ગયા છે અને ઘણા લોકો આ પોસ્ટ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાહકોમાં કોઈએ લખ્યું કે આ શબ્દો ખુબ જ સાચા છે, તો કોઈએ લખ્યું કે અભિષેકને એકલા પ્રવાસ પર જવું જોઈએ. ઘણા ચાહકો તો અભિષેકની વાતને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે ક્યારેક પોતાને માટે સમય કાઢવો જરૂરી બની જાય છે.

અભિષેક બચ્ચના તાજેતરની ફિલ્મ

અભિષેક બચ્ચનના વ્યાવસાયિક જીવન વિશે વાત કરીએ તો તેઓ તાજેતરમાં ફિલ્મ હાઉસફુલ 5માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના સાથે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે અને લોકોને પણ ખૂબ પસંદ આવી છે.

app promo5

આ પણ વાંચો : શું ગોવિંદાના સંબંધોમાં ફરીથી ખટાશ આવી? છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે જાણો અસલી સચ્ચાઈ

હવે અભિષેક બચ્ચન આગામી ફિલ્મ રાજા શિવાજીમાં જોવા મળશે. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ રૂપે બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં અભિષેક ઉપરાંત સંજય દત્ત, મહેશ માંજરેકર, સચિન ખેડકર, ભાગ્યશ્રી, ફરદીન ખાન અને જેનેલિયા ડિસોઝા જેવી જાણીતી હસ્તીઓ છે. ફિલ્મનું નિર્માણ જ્યોતિ દેશપાંડે અને જેનેલિયા દેશમુખ કરી રહ્યા છે અને દિગ્દર્શન રિતેશ દેશમુખનું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ મરાઠી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Abhishek Bachchan social media Abhishek Bachchan viral post

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ