બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP will be successful in preserving the old vote bank in Gujarat! Ahead of the election, the Patidars' trust received from two centers of faith

પાવરહાઉસ પાટીદાર / ગુજરાતમાં જૂની વોટ બૅન્ક સાચવવામાં સફળ રહેશે ભાજપ! ચૂંટણી પહેલા પાટીદારોની આસ્થાના બે કેન્દ્રથી મળ્યા સંકેત

Priyakant

Last Updated: 11:14 AM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2022ની બાજીમાં પાટીદારોને પોતાની તરફ કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ અત્યારે નહીં મહિનાઓ પહેલાથી પ્રયાસ શરૂ કરી દીધા હતા

  • ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં જ પાટીદારોની આસ્થાના બે કેન્દ્રથી મળ્યા સંકેત 
  • સીદસર ઉમિયાધામ અને ખોડલધામ દ્વારા ભાજપમાંથી ટિકિટની માંગણી
  • સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર ઉમેદવાર માટે લોબિંગ શરૂ
  • લેઉઆ પાટીદારોની પણ ટિકિટની છે માંગ 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ હવે દરેક પક્ષો હરકતમાં આવી ગયા છે. ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે તેવામાં પાટીદાર સમાજની બે મોટી સંસ્થાઓ સીદસર ઉમિયાધામ અને ખોડલધામ ભાજપમાંથી ટિકિટની માંગણી કરી રહ્યા છે. તેવામાં હવે લેઉઆ અને કડવા પાટીદાર સમાજ સંભવિત રીતે ભાજપ તરફી બને તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના અનેક ઉદાહરણો આપણે જોયા છે. તાજેતરમાં જ ખોડલધામ નરેશ પટેલે ઉદ્યોગપતિ રમેશ ટીલાળાની ટિકિટ માટે પણ કવાયત હાથ ધરી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ગઈકાલે ચાર્ટર પ્લેનમાં અમદાવાદ આવતા એકવાર ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. 

ગુજરાતમાં આ વખતે પણ ભાજપ પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર વધુ ભાર મૂકી રહી છે. કારણ કે ભાજપને એ વાતનો અંદાજો છે કે, ગુજરાતમાં પાટીદાર સમાજની એકતા વધારે મજબૂત છે. આથી જો ચૂંટણીમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર જો ફોકસ આપીશું તો ચૂંટણીમાં જીત મેળવવી વધારે સરળ થઇ જશે.  કારણ કે ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહોતી, તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફી કરવા જરૂરી છે.

સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર ઉમેદવાર માટે લોબિંગ શરૂ

વિધાનસભા ચૂંટણીને લઈ સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારને 10 ટિકિટ ફાળવવા સૂર ઉઠ્યો છે. વાત જાણે એમ છે કે,  સીદસર ઉમિયાધામના જયરામ બાપાએ ફરી ટિકિટની માંગ કરી છે. જેમાં જયરામ બાપાએ ભાજપ પાસે રાજકોટ પશ્ચિમ, ઉપલેટા, જામજોધપુર, મોરબી, કેશોદ, માણવદર સહિત 10 ટિકિટની માંગ કરી છે. 

લેઉઆ પાટીદારોની પણ ટિકિટની છે માંગ 

લેઉઆ પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે. તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માંગે છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં મોટું નામ છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ચેરમેન પણ છે. શાપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને ખેતીથી કરિયરની શરૂઆત કરનારા ટીલાળાએ આજે 7 ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે અને 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે.

રાજકોટ પૂર્વ બેઠકની વાત કરીએ તો રાજકોટ પૂર્વ બેઠક પર અરવિંદ રૈયાણી રિપીટ થવાની શક્યતા છે. રાજકોટ પૂર્વ બેઠક પર જૈન, રઘુવંશી અને બ્રાહ્મણ સમાજના ઉમેદવારોએ પણ ટિકિટ માટે ઈચ્છા દર્શાવી છે.  

2017માં સૌરાષ્ટ્રમાં કરેલી ભૂલ હવે ભાજપ કરવા નથી માંગતું

તમને જણાવી દઇએ કે, ભાજપ આ વર્ષે 2017માં સૌરાષ્ટ્રમાં કરેલી ભૂલ નથી કરવા માંગતું. કારણ કે 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફાયદો થયો હતો. ભાજપ કરતા કોંગ્રેસના ફાળે વધારે સીટો આવી હતી. 2017માં ભાજપને ફાળે 23 જ્યારે કોંગ્રેસના ફાળે 30 સીટો આવી હતી જ્યારે અન્યને ફાળે 1 સીટ આવી હતી. આથી ભાજપ આ વર્ષે ફરી એવી ભૂલ કરવા નથી ઇચ્છતું.

 

PM મોદીનું મિશન પાટીદાર

નોંધનીય છે કે 2022ની બાજીમાં પાટીદારોને પોતાની તરફ કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ અત્યારે નહીં મહિનાઓ પહેલાથી પ્રયાસ શરૂ કરી દીધા હતા, પહેલા સરકાર પાટીદારને સોંપવામાં આવી પછી પાટીદારોને લગતા અનેક કાર્યક્રમોમાં PM મોદીએ હાજરી આપી. ચૂંટણી જાહેર થઈ તેના 6 8 મહિના પહેલાથી જ પીએમ મોદીએ સૌરાષ્ટ્રના ગાંઠીલા, સુરતમાં પાટીદાર બિઝનેસ સમિટ સહિત અનેક કાર્યક્રમ કર્યા. ચૂંટણી નજીક આવી ત્યારે સૌરાષ્ટ્રની પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર મોટા કાર્યક્રમ કર્યા જેનાથી સ્પષ્ટ થાય છે કે જૂની વોટ બેન્કને પોતાની તરફ કરવા માટે પ્રધાનમંત્રીએ પોતે એડીચોટીનું જોર લગાવ્યું છે. જોકે હવે જોવાનું એ રહે છે કે મતદાન વખતે પાટીદારો કોને પાવર અપાવવા માટે વોટ આપવા જાય છે.

રાજકોટ દક્ષિણ બેઠકનું શું છે ગણિત ? 

રાજકોટ દક્ષિણ બેઠક ઉપર હાલ ભાજપમાંથી હાલ ત્રણ નામો આગળ ચાલી રહ્યા છે. ભાજપમાં ગોવિંદ પટેલ, ભરત બોઘરા અને ધનસુખ ભંડેરી રેસમાં છે. તો કોંગ્રેસે દક્ષિણ બેઠકમાં હિતેશ વોરાને ટિકિટ આપી છે. આ સાથે આમ આદમી પાર્ટીએ પણ શિવલાલ બારસિયાને ટીકીટ આપી છે.   સૌરાષ્ટ્રની રાજકોટ દક્ષિણ બેઠકમાં લેઉવા પટેલ, બ્રાહ્મણ, કડીયા, લોહાણા અને સોની સમાજનું પ્રભુત્વ છે. આ સાથે કુલ મતદારો પૈકી લેઉવા પટેલ 15%, બ્રાહ્મણ 12%, કડીયા 10%, લોહાણા 9% અને સોની 9% અને અન્ય 43% છે. તેવામાં હવે ભાજપ દ્વારા પણ ગોવિંદ પટેલ, ભરત બોઘરા અને ધનસુખ ભંડેરી કે પછી અન્ય કોઈની પસંદગી કરવામાં આવી શકે છે. રાજકોટ દક્ષિણ બેઠક વિધાનસભા 70માં કુલ 2,58,673 મતદારો છે. જેમાં 1,32,933 પુરુષ મતદારો અને 1,25,736 સ્ત્રી મતદારો છે. 

જુઓ ગુજરાતમાં પાટીદારોનો કેટલો પાવર ?

ગુજરાતમાં કડવા અને લેઉવા એમ બે પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી રહેલી છે. પરંતુ એ જ 15 ટકા વસ્તી ધરાવતો સમાજ ગત ચૂંટણીમાં (2017) માં ભાજપથી રિસાઇ જતા ભાજપે સૌરાષ્ટ્રમાં માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા અને આખાય દેશમાં ગુજરાતમાં ડંકો વગાડનાર ભાજપ 100ના આંકડાને પણ પાર ન હોતું કરી શક્યું. 2012માં 115 સીટ જીતનારી ભાજપ 2017માં 99એ અટકી ગઇ હતી. બીજું કે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારોની નારાજગીના કારણે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું.

આ સિવાય 2017માં આંદોલનના કારણે પાટીદાર સમાજે કોંગ્રેસને વોટ આપીને કોંગ્રેસને અનેક સીટો પર જીતાડી હતી. 2021ની સ્થાનિક ચૂંટણીઓમાં પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર પાટીદારોનો બીજો ગઢ ગણાતા સુરતમાં પાટીદારોએ આમ આદમી પાર્ટીને વોટ આપીને જીતાડી હતી. જેથી કોંગ્રેસ-ભાજપ જો કદાચ પાવર ન બતાવે તો ક્યાંક AAP પણ સૌરાષ્ટ્રમાં પાવરફૂલ ન બની જાય તેની ભાજપ હવે આગોતરી તૈયારી કરી રહ્યું છે. આથી ગુજરાતમાં એમ કહી શકાય કે પાટીદારોના પાવરની જો વાત કરીએ તો પાટીદારોની વસ્તી ભલે 15 ટકા હોય પણ ચૂંટણી ટાણે કોઇ પણ પક્ષ તેમની અવગણના કરી શકે નહીં.

બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ