બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / BJP state president C R Patil said that Congress and AAP are daydreaming

નિવેદન / કોંગ્રેસ અને AAPના ગઠબંધન બાદ C R પાટીલના પ્રહાર, કહ્યું વિધાનસભામાં ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી, હવે દિવાસ્વપ્ન જુએ છે

Dinesh Chaudhary

Last Updated: 04:53 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: સી આર પાટીલે કહ્યું કે, કોંગ્રેસ અને આપ દિવાસ્વપ્ન જોવે છે. ભરૂચ બેઠક પર ભાજપનુ પ્રભૂત્વ સારુ છે અને આમ આદમી પાર્ટીએ હાર માની લીધી છે

લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર મ્હોર લાગી છે, સાથો સાથ કેટલીક બેઠકોની ફાળવણી પણ કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. ત્યારે કોંગ્રેસ અને AAPના ગઠબંધનને લઇ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આકરા પ્રહાર કર્યા છે. 

'આમ આદમી પાર્ટીએ હાર માની લીધી છે'
ભરૂચ અને ભાવનગર બેઠક પર ઉમેદવારોની જાહેરાતને લઇ સી આર પાટીલે કહ્યું કે, કોંગ્રેસ અને આપ દિવાસ્વપ્ન જોવે છે. ભરૂચ બેઠક પર ભાજપનુ પ્રભૂત્વ સારુ છે. તેમણે ઉમેર્યું કે, આમ આદમી પાર્ટીએ હાર માની લીધી છે. 2 બેઠક પર લડવાની જાહેરાત કરી તેમણે હાર માની લીધી છે.અમે અમારી તાકાત પર ચૂંટણી લડીએ છીએ. ગઠબંધન થશે તો તેમનું નેતૃત્વ ખતમ થઈ જશે. આ ગઠબંધન ક્યારેય શક્ય નહી બને તેમણે એમ પણ ઉમેર્યું હતું.

'અમુક લોકો દેડકાની માફક આવતા હોય છે'
સી આર પાટીલે લંગડા અને આંધળાનું ઉદાહરણ આપી AAP અને કોંગ્રેસના ગઠબંધન પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતની પ્રજા જાગી ગઈ છે, અમુક લોકો દેડકાની માફક વરસાદ આવે ત્યારે બહાર આવતા હોય છે. 2022ની ચૂંટણી પછી કેટલાક લોકો ફરી ચૂંટણી આવી છે ત્યારે બહાર આવ્યા છે. વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની તમામ 26 બેઠક 5 લાખની લીડ સાથે ભારતીય જનતા પાર્ટી જતવાની છે. કોંગ્રેસના કાર્યકર્તા તેમના અસ્થિત્વ માટે વિચારતા હોય છે તેમની નારજગી હોય તો તેમની પાર્ટીએ ભોગવવો પણ પડતો હોય છે. .

વાંચવા જેવું:  કોંગ્રેસ-AAPમાં ગઠબંધન બાદ ભાજપ સાંસદ મનસુખ વસાવાનો હુંકાર: કહ્યું 5 લાખની લીડથી જીતીશું


મનસુખ વસાવાના કોંગ્રેસ અને AAP પર પ્રહાર
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ભરૂચ બેઠક પર ચૈતર વસાવાનુ ચૂંટણી લડવાનુ પહેલાથી જ નક્કી હતું. આમ આદમી પાર્ટીના ગણ્યા ગાંઠ્યા કાર્યકરો છે. વધુમાં તેમણે પ્રહાર કરતા કહ્યું કે, AAP-કોંગ્રેસના ગઠબંધનથી ભાજપને કોઈ ફરક નહી પડે તેમજ ગઠબંધનથી ભરૂચમાં ભાજપ મજબૂત પાર્ટી બની છે. ભાજપ ભરૂચ બેઠક 5 લાખ કરતાં વધુ મતોની લીડથી જીતશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

AAP Congress alliance CR Patil statement Election 2024 loksabha Election 2024 લોકસભા ચૂંટણી 2024 loksabha election 2024
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ