બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:16 PM, 24 February 2024
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો એક્ટિવ થઈ રહ્યાં છે. આજે ઈન્ડિયા ગઠબંધનના પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કેટલીક બેઠકોને લઈ ફાળવણી કરાઈ છે. જેમાં ગુજરાતની બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.
ADVERTISEMENT
મનસુખ વસાવાના કોંગ્રેસ અને AAP પર પ્રહાર
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ભરૂચ બેઠક પર ચૈતર વસાવાનુ ચૂંટણી લડવાનુ પહેલાથી જ નક્કી હતું. આમ આદમી પાર્ટીના ગણ્યા ગાંઠ્યા કાર્યકરો છે. વધુમાં તેમણે પ્રહાર કરતા કહ્યું કે, AAP-કોંગ્રેસના ગઠબંધનથી ભાજપને કોઈ ફરક નહી પડે તેમજ ગઠબંધનથી ભરૂચમાં ભાજપ મજબૂત પાર્ટી બની છે. ભાજપ ભરૂચ બેઠક 5 લાખ કરતાં વધુ મતોની લીડથી જીતશે
ADVERTISEMENT
વાંચવા જેવું: ગુજરાતની આ બે બેઠકો પર લડશે AAP: કોંગ્રેસ સાથે ગઠબંધનનું એલાન, જોકે પંજાબમાં બંને પાર્ટીઓ સામસામે
'AAP માત્ર ડેડિયાપાડા વિધાનસભા પૂરતી જ પાર્ટી છે'
મનસુખ વસાવાએ રાજકીય ચાબકા મારતા કહ્યું કે, ભરૂચ જિલ્લામાં એક સમયે અહેમદ પટેલનો સોળે કળાએ સૂરજ ઉગ્યો હતો. ટ્રાયબલ એરિયામાં કોંગ્રેસ અને BTP મજબૂત હતા. એ વખતે પણ અમે કોંગ્રેસ અને BTPને ગાંઠ્યા નથી. તો અત્યારે કોંગ્રેસ જિલ્લામાં તૂટી ગઈ છે અને BTPનુ અસ્તિત્વ નથી. AAP માત્ર ડેડિયાપાડા વિધાનસભા પૂરતી પાર્ટી છે બાકીની 6 વિધાનસભામાં કંઈ નથી. ભરૂચ લોકસભા બેઠકમાં AAPનુ કોઈ અસ્તિત્વ નથી
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.