બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / ભાવનગરના સમાચાર / Aam Aadmi Party and Congress announced alliance for Lok Sabha elections

Lok Sabha Election 2024 / ગુજરાતની આ બે બેઠકો પર લડશે AAP: કોંગ્રેસ સાથે ગઠબંધનનું એલાન, જોકે પંજાબમાં બંને પાર્ટીઓ સામસામે

Vishal Khamar

Last Updated: 12:11 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું છે. ત્યારે ગુજરાતની બે બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું.  AAP અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી છે. દિલ્હીમાં ચાર બેઠક પર આપ જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસ લડશે. AAP અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન. તેમજ ગોવાની બંને બેઠકો પર કોંગ્રેસ જ લડશે ચૂંટણી.

ગુજરાતની બે બેઠકો પર આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બે બેઠક પર આપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન થયું છે.  જેમાં ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. 

લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠકોની વહેંચણી અંગે માહિતી આપી હતી. AAP તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટ વહેંચણી અંગે ચર્ચા થઈ રહી છે. બે દિવસ પહેલા લખનૌમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.

વધુ વાંચોઃ લોકસભા ઇલેક્શનને લઇ આજે દિલ્હીમાં મોટી બેઠક, જે.પી નડ્ડાની અધ્યક્ષતામાં કરાશે ચર્ચા-વિચારણા

દિલ્હીમાં AAP 4 અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે.
તેમણે કહ્યું કે AAP અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી પર લાંબી ચર્ચા થઈ હતી અને સીટ વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મુકુલ વાસનિકે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસે ચાંદની ચોક સહિત 3 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ ચંદીગઢ લોકસભા સીટ અને ગોવાની બંને સીટ પર ઉમેદવારો ઉભા કરશે. હરિયાણામાં કોંગ્રેસ 9 સીટો પર અને આમ આદમી પાર્ટી 1 સીટ પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે અને કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને ચાંદની ચોક બેઠકો પર ચૂંટણી લડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

AAP Party congress gujarat lok sabha elections 2024 આપ પાર્ટી કોંગ્રેસ ભાવનગર લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ