બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / JP Nadda will hold a big meeting regarding the Lok Sabha elections today, in-charges and co-in-charges of all states will attend.
Last Updated: 07:32 AM, 24 February 2024
લોકસભા ચૂંટણી પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા શનિવારે નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે તમામ રાજ્યોના ચૂંટણી પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે બેઠક કરશે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા લોકસભા ચૂંટણીને લઈને એક મોટી બેઠક કરશે.
ADVERTISEMENT

ચૂંટણી તૈયારીઓ અંગે ચર્ચા
ADVERTISEMENT
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં અમિત શાહ પણ હાજરી આપે તેવી શક્યતા છે. તમામ રાજ્યના ચૂંટણી પ્રભારીઓને ચાલી રહેલા સરકારી અભિયાનો અને યોજનાઓનો રિપોર્ટ લાવવા માટે કહેવામાં આવ્યું છે.

ADVERTISEMENT
વધુ વાંચો : લોકસભાની ચૂંટણીનું એલાન કઈ તારીખે થશે? સામે આવ્યું સૌથી મોટું અપડેટ, આટલા ચરણોમાં હશે મતદાન
400 બેઠકોનો લક્ષ્યાંક
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષ માટે 370 થી વધુ બેઠકો અને NDA માટે 400 થી વધુ બેઠકોના લક્ષ્યાંકને અનુરૂપ, ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ બેઠકો મેળવવા માટે સંકલ્પબદ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.