બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / bike gives mileage of 90 km know price of Bajaj CT 110X and features

ફાયદાની વાત / 1 લીટર પેટ્રોલમાં 90 કિલોમીટર ચાલશે બજાજનું આ બાઈક, જાણો કિંમત અને ફીચર્સ

Arohi

Last Updated: 12:53 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bajaj CT 110X બાઈકમાં 17 ઈંચના એલોય વ્હીલ ટ્યુબલેસ ટાયર અને કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી રહી છે.

  • 1 લીટર પેટ્રોલમાં 90 કિલોમીટર ચાલશે
  • બજાજના આ બાઈકની કિંમત અને ફિચર્સ જાણો 
  • બાઈકની શરૂઆતી કિંમત 55,494 રૂપિયા

દેશની મોટી વાહન નિર્માતા કંપની Bajaj Autoએ હાલમાં જ પોતાની CT 110 મોડલના નવા વેરિએન્ટ Bajaj CT 110Xને બજારમાં લોન્ચ કર્યું છે. કંપનીએ આ બાઈકમાં અમુક ખાસ ફેરફારની સાથે બજારમાં લોન્ચ કર્યું છે. શાનદાર અને આકર્ષક લુકથી સજેલી આ બાઈકની શરૂઆતી કિંમત 55,494 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ બાઈકને સ્કવોય ટ્યુબ અને સેમી ડબલ ક્રેડલ ફ્રેમ પર તૈયાર કરી છે. 

એન્જિન
કંપનીએ આ બાઈકના એન્જિનમાં કોઈ ફેરફાર નથી કર્યો. તેનું એન્જિન CT 110 મોજલ જેવું જ છે. જે 115 ccની ક્ષમતાના એન્જિનથી સજ્જ છે. આ એન્જિન 10 Nmનો ટોર્ક અને 8bhpનો પાવર જનરેટ કરે છે. આ બાઈકનું એન્જિન 4 સ્પીડ ગેરબોક્સની સાથે આવે છે. 

ડિઝાઈન અને લુક 
કંપનીએ આ બાઈકને આકર્ષક લુક સાથે બજારમાં લોન્ચ કર્યું છે. આ બાઈકને ખાસ બનાવવા માટે તેમાં ગ્રિલની સાથે સર્કૂલર હેન્ડલેપ, નવા ડિઝાઈનનું ફ્યુલ ટેન્ક જે થાઈ પેડની સાથે આવે છે અને સ્લીક લુક વાળી સીટ આપવામાં આવી છે. આ સાથે જ તેમાં કેરિયર પણ આપવામાં આવ્યું છે. 

સુરક્ષિત અને આરામદાયક 
સારી સુરક્ષા માટે કંપનીએ આ બાઈકમાં મોટા ક્રેશ ગાર્ડસનો ઉપયોગ કર્યો છે. આ બાઈક સેમી નોબી ટાયર, નવા ડુટલ ટેક્સ સીટ અને 170mmના ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવે છે જે ખરાબ રસ્તાઓ પર પણ આરામદાયક ડ્રાઈવિંગનો અનુભવ આપે છે. 

ફિચર્સ 
કંપનીએ આ બાઈકમાં 17 ઈંચનું એલોય વ્હીલ, ટ્યુબલેસ ટાયર અને કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બાઈકના ફ્રંટમાં 125mmનું ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન અને પાછલા ભાગમાં 100mmનું ડુએલ શોક ઓબ્ઝર્વર સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ પ્રાઈઝ સેગમેન્ટમાં આ બાઈક દરેક સારા ફિચરથી સજ્જ છે. 

કિંમત અને કલર 
કંપનીએ આ બાઈકમાં 4 કલર ઓપ્શન બ્લુની સાથે બ્લેક, રેડની સાથે બ્લેક, ગ્રીનની સાથે ગોલ્ડન અને રેડ કલર આપ્યો છે. આ બાઈકની શરૂઆતી કિંમત 55,494 રૂપિયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bajaj Bajaj Auto Bajaj CT 110X Features Price બજાજ Bajaj CT 110X
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ