Bihar mithilesh prasad turns car into helicopter video viral
VIDEO /
શખ્સનું પાયલટ બનવાનું સપનું રહ્યું અધુરૂ તો કારને જ બનાવ્યું હેલિકોપ્ટર
Team VTV04:58 PM, 07 Aug 19
| Updated: 04:58 PM, 07 Aug 19
બિહારના એક શખ્સે બાળપણથી જ પાયલટ (pilot) બનવા ઇચ્છતો હતો. પરંતુ તે પોતાનું આ સપનુ પૂર્ણ ના કરી શક્યો. જ્યાર બાદ તેને પોતાની કારને જ હેલિકોપ્ટર બનાવી દીધી. તેને જુગાડથી અને મગજ ચલાવીને ટાટા નૈનોની કાયાકલ્પ કરી દીધી.
કારને (car) હેલિકોપ્ટર (Helicopter) બનાવવા માટે તેને ગાડી ઉપર પંખો લગાવી દીધો અને આગળ-પાછળના ભાગને જ બદલી નાખ્યું. એટલું જ નહીં તેઓએ કારની અંદર જ ઇંટીરિયર પણ ચેન્જ કરાવ્યું.
કારની અંદર તેને એવા બટન લગાવ્યાં કે જેવાં હેલિકોપ્ટરમાં હોય છે. ગાડી પણ બટન દબાવીને ચાલુ થાય છે અને પોતાની મેળે જ પંખા ચાલવા લાગે છે. તેના આ આઇડીયાની દુનિયાભરમાં હાલમાં પ્રશંસા થઇ રહી છે. આ શખ્સનું નામ મિથલેશ પ્રકાશ છે.
જેને એન્જીનિયર સ્કિલ્સની ખૂબ પ્રશંસા થઇ રહી છે. તેમનાં આ જુગાડનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કારને તેઓએ જોવામાં ભલે હેલિકોપ્ટર જેવી દેખાડી દીધી પરંતુ તે ઉડી નથી શકતી.
ટાટા નૈનો કારને મિથલેશે હેલિકોપ્ટર બનાવી દીધી. તેના આ આવિષ્કારને તેમજ હાલમાં તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે જ્યારે પણ મિથલેશ પોતાની કાર-હેલિકોપ્ટરને રસ્તા પર લઇને ચાલે છે ત્યારે લોકો તેને પાછળ ફરી-ફરીને જોયા જ કરે છે.