બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / CM નીતિશ કુમારે તો ગજબ કર્યું! મહિલા ઉમેદવારને માળા પહેરાવતા જ સાંસદે રોક્યા, અને પછી...!
Last Updated: 05:09 PM, 21 October 2025
Bihar Assembly Election 2025 મંગળવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર મુઝફ્ફરપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર રમા નિષાદના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી હતી. હાલ આ રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ટ્વીટ કરતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી પર કટાક્ષ પણ કર્યો હતો.
ADVERTISEMENT
ચૂંટણી પ્રચાર ચરમ પર
2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગ પકડવા લાગ્યો છે. મંગળવારે, મુખ્યમંત્રી નીતિશ કુમાર મુઝફ્ફરપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઔરાઈ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમા નિષાદના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી હતી.
ADVERTISEMENT
મહિલાને પરાણે માળા પહેરાવી
રેલી દરમિયાન એક ખુબ જ ચોંકાવનારી ઘટના બની હતી. જ્યારે રમા નિષાદ સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે નીતિશ કુમારે તેમને માળા પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. JDU ના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝાએ કહ્યું કે, તેમના હાથમાં માળા આપો. જો કે નીતિશ કુમારે હસતાં હસતાં રમા નિષાદને ગળામાં માળા પહેરાવી હતી. આ ઉપરાંત સંજય ઝાને પણ સંભળાવતા કહ્યું હતું કે, તે તમારા હાથમાં માળા પહેરાવવાનું કહી રહ્યા હતા. ગજબ માણસ છે ભાઈ." વીડિયો વાયરલ થયા પછી, RJD નેતા તેજસ્વી યાદવે પણ મુખ્યમંત્રી પર કટાક્ષ કર્યો હતો. તેમના પર એક સ્ત્રીની ગરિમા નહી જાળવવાનો આક્ષેપ કર્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: Government Bharti 2025: જલ્દી કરો, ચાલુ સપ્તાહે જ બંધ થઇ જશે આ સરકારી ભરતીઓ
મુખ્યમંત્રી નીતિશ કુમારે રમા નિષાદની રેલીને સંબોધિત કરી.
ADVERTISEMENT
નીતિશનાં શબ્દો સાંભળીને સ્ટેજ પરના બધા હસી પડ્યાં હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ જનતાને રમા નિષાદને જ મત આપવા માટે અપીલ કરી હતી. નીતિશ કુમારની સાથે રાજ્યસભાના સાંસદો અને જેડીયુના નેતાઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. અજય કુશવાહા મીનાપુર બેઠક પરથી જેડીયુના ઉમેદવાર છે અને અજિત કુમાર કાંતિ બેઠક પરથી ઉમેદવાર છે.
રાજ્યસભાના સાંસદો અને જેડીયુના નેતાઓ પણ નીતિશ કુમાર સાથે સ્ટેજ પર હાજર હતા.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે બિહારમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે. તેઓ કર્પૂરી ઠાકુરના ગામથી પોતાનો પ્રચાર શરૂ કરશે અને સમસ્તીપુર અને બેગુસરાયમાં જાહેર સભાઓ સંબોધિત કરશે. ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ બિહારમાં એનડીએ ઉમેદવારો માટે પ્રચાર કરતા જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.