બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / big news gujarat lockdown rushikesh patel statement today

નિવેદન / BIG NEWS: ગુજરાતમાં ફરી થશે લૉકડાઉન? જુઓ આરોગ્ય મંત્રીએ શું આપ્યું નિવેદન

Kavan

Last Updated: 12:23 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સહિત દેશભરમાં આજથી બાળકોના વેક્સિનેશનનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રીએ અમદાવાદ ખાતે વેક્સિનેશન કાર્યક્રમમાં ગુજરાતમાં લૉકડાઉનને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.

  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
  • ગુજરાતમાં લોકડાઉનની કોઈ વિચારણા નથી
  • સામાન્ય જનતાની આર્થિક સ્થિતિને જોતા નહીં કરાય લોકડાઉન

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આજથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ થયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલે એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ મેડિસીટી કેમ્પસની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ઉપસ્થિત રહીને ટીનેજર્સ માટેના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે તેમણે ગુજરાતમાં લૉકડાઉન અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.

ગુજરાતમાં લોકડાઉનની કોઈ જ વિચારણા નહીં : ઋષિકેશભાઇ પટેલ 

ગુજરાતમાં લોકડાઉનને લઈને આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ લૉકડાઉન અંગેની કોઈ જ વિચારણા નથી. ગુજરાત સંપૂર્ણ ખોલેલુ છે અને સંપૂર્ણ ખુલેલું રહે તે ઇચ્છનીય છે. સાથ જ તેમણે કહ્યું કે,સામાન્ય જનતાની આર્થિક સ્થિતિને જોતા હવે લોકડાઉન પોસાય તેમ નથી. 

૭૦ ટકાથી વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અપાયાની કરી વાત 

આ સાથે જઆરોગ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રભરમાં સુદ્રઢ આયોજનના પગલે ૭૦ ટકાથી વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને રક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પણ અંદાજિત ૯૫% નાગરિકોને કોરોનાની રસી નો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના રસીકરણની મેગા ડ્રાઈવનો પ્રારંભ 

ટીનેજર્સને કાળમુખા કોરોના સામે રસીનું અમોધ અશસ્ત્ર પ્રદાન કરાવ્યા બાદ આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આજે ૧૫ થી ૧૮ વર્ષના અંદાજે ૩૫ લાખ બાળકો માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવમાં આવ્યું છે.  આ મેગા ડ્રાઇવ અંતર્ગત રાજ્યની  શાળાઓ સહિતના અન્ય વિદ્યાર્થીઓ અને  ટીનેજર્સને કોરોના રસીકરણ અંતર્ગત વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. 3 થી 9 જાન્યુઆરી સુધી ચાલનારી રાજ્યવ્યાપી કોરોના વેક્સિન મેગા ડ્રાઇવમાં રાજ્યનો એક પણ ટીનેજર્સ વેક્સિનના લાભ થી વંચિત ન રહી જાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 

રાજ્યમાં અંદાજે ૬૩૦૬થી વધુ સેન્ટરો પર અપાશે કોવિડ રસી 

હાલ આ મહાઅભિયાન અંતર્ગત 15 થી 18 વયજૂથના બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવમાં આવશે. જે માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામા આવ્યો છે. રાજ્યમાં અંદાજે ૬૩૦૬થી વધુ સેન્ટરો કાર્યરત કરીને રસીકરણના સેશનનું આયોજન હાથ ધરાયું છે. ટીનેજર્સને કોરોના રસીકરણના પ્રારંભ પ્રસંગે સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો રાકેશ જોષી, એડિશનલ ડોક્ટર રજનીશ પટેલ સહિતના તબીબો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Health Minister rushikesh Patel આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાત લોકડાઉન ગુજરાતી ન્યૂઝ Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ