બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Big blow to Congress in Delhi: Two councilors who won MCD elections enter the party

BIG BREAKING / દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો: MCD ચૂંટણી જીતનાર બે કાઉન્સિલરોએ આ પક્ષમાં મારી એન્ટ્રી

Vishal Khamar

Last Updated: 05:23 PM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણમા બાદ ત્રીજા દિવસે કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. શુક્રવારે કોંગ્રેસના 2 કાઉન્સિલરો પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

  • દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિણામ બાદ કોંગ્રેસને સૌથી મોટો ફટકો
  • કોંગ્રેસના 2 કાઉન્સિલરો પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા
  • આપ એ 250 માંથી 134 સીટો જીત

 દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બાદ ત્રીજા દિવસે કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. શુક્રવારે કોંગ્રેસના  2 કાઉન્સિલરો પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અલી મહેંદી ઉપરાંત બ્રિજપુરી વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલર નાઝિયા ખાતૂન અને મુસ્તુફાબાદ વોર્ડને કાઉન્સિલર સબિલા બેગમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. 

કોંગ્રેસના બે કાઉન્સિલરોએ કોંગ્રેસ છોડી
જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ  MCD ચૂંટણી જીતી છે. આપ એ 250 માંથી 134 સીટો જીતી છે. જ્યારે 104 વોર્ડમાં ભાજપને વિજય થયો છે. કોંગ્રેસને 9 બેઠકો મળી છે. અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો કબ્જે કરી છે. હવે કોંગ્રેસના બે કાઉન્સિલરોએ કોંગ્રેસ છોડી દીધી છે. આવી સ્થિતિમાં MCD  માં કોંગ્રેસના માત્ર 7 કાઉન્સિલરો જ બચશે. કોંગ્રેસ મુસ્તફાબાદ વિધાનસભામાંથી 2 વોર્ડમાં જીત્યા હતા.

નાઝિયા ખાતૂનને બ્રિજપુરી વોર્ડમાંથી 9639 વોટ મળ્યા. તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરફીન નાઝને હરાવ્યા હતા. અરફીનને 7521 વોટ મળ્યા. નાઝિયાએ 2118 મતોથી કાઉન્સિલરની ચૂંટણી જીતી છે. બીજી તરફ કોંગ્રેસના સબિલા બેગમ મુસ્તફાબાદ વોર્ડમાંથી ચૂંટણી જીતી છે. તેમણે ઓવૈસીની પાર્ટી AIMIMના ઉમેદવાર સરબરી બેગમને હરાવ્યા. સબિલા બેગમને 14921 વોટ મળ્યા. જ્યારે સરબારીને 8339 મત મળ્યા હતા. સબિલા બેગમ આ ચૂંટણીમાં 6582 મતોથી જીતી હતી.

15 વર્ષથી MCDમાં રહેલા ભાજપે સત્તા ગુમાવી છે
દિલ્હી વિધાનસભામાં ત્રણ વખત જીત મેળવી રહેલી AAP પ્રથમ વખત MCD જીતવામાં સફળ રહી છે. 4 ડિસેમ્બરે MCDની 250 બેઠકો પર મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 382 ઉમેદવારો અપક્ષ હતા. ભાજપ અને AAPએ તમામ 250 બેઠકો માટે તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે માત્ર 247 ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

15 વર્ષ બાદ ભાજપે સત્તા ગુમાવી
આપની જીત સાથે ભાજપે MCDને 15 વર્ષ બાદ સત્તા ગુમાવી છે. અગાઉ વર્ષ 2017માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. ત્યારે ભાજપે કુલ 270 બેઠકોમાંથી 181 બેઠકો જીતી હતી. જ્યારે AAPને 48 અને કોંગ્રેસને 30 બેઠકો મળી હતી.જોકે આ ચૂંટણીમાં ખેલ પલટાયો અને AAPએ ભાજપને હરાવી MCDની સત્તા પોતાના હાથમાં લીધી. કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ હતી. તે ડબલ ફિગર પણ પાર કરી શકી નહોતી.

સંકળાયેલા મુદ્દાઓ

Councillors Elections MCD congress delhi કોંગ્રેસ કોર્પોરેટર ચૂંટણી દિલ્હી દિલ્હી એમસીડી delhi
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ