બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / beverages for diabetes these drinks for diabetic patients

Health Tips / ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ ડ્રિંક્સ, આજથી જ પીવાનુ શરૂ કરી દો

Premal

Last Updated: 07:02 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાતી જીવનશૈલીને કારણે આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસનો શિકાર થઇ રહ્યાં છે. એવામાં જરૂરી છે કે ખાનપાનનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે. આજે અમુક એવા પીણા પદાર્થ વિશે જણાવવા જઇ રહ્યાં છે, જેના સેવનથી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે અને તેને સરળતાથી ઘર પર પણ તૈયાર કરી શકાય છે.

  • ડાયાબિટીસના દર્દીઓએ ખાનપાનનુ વિશેષ ધ્યાન રાખવુ
  • આ પીણા પીવાથી ડાયાબિટીસ થશે કંટ્રોલ
  • આ પીણા સરળતાથી ઘરે તૈયાર થઇ જશે 

ટામેટા અને કોઈ બીજી શાકભાજીનુ જ્યુસ પીવો 

ટામેટા અને કોઈ બીજી શાકભાજીનુ જ્યુસને પીવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. લીલા પાંદડાવાળી શાકભાજીના રસમાં કાકડીનો રસ, મુઠી ભરીને બેરી અને અજવાયન મળીને એક હેલ્ધી ડ્રિંક તૈયાર કરો અને તેનુ દરરોજ સેવન કરો. જેનાથી ડાયાબિટીસની સાથે અન્ય બિમારીઓ સામે લડવામાં સહાયતા પણ મળશે.

પાણી સૌથી ઉત્તમ 

પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પૂરતી માત્રામાં પાણી પીવાથી શરીરમાંથી મોટાભાગનો ગ્લૂકોઝ યુરીન દ્વારા નિકળી જાય છે. પુરુષને દિવસમાં ઓછામાં ઓછુ 13 ગ્લાસ (ત્રણ લીટર) અને મહિલાઓને લગભગ 9 ગ્લાસ (બે લીટર) પાણી પીવુ જોઈએ.

લો ફેટ મિલ્ક દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી

લો ફેટ મિલ્ક દૂધ અને ખાંડ વગરની કૉફી ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી સાબિત થઇ શકે છે. લો ફેટ મિલ્કમાં જરૂરી વિટામિન અને ખનીજ હોય છે. આ સાથે આ શરીરમાં કાર્બોહાઈડ્રેટ પણ વધારે છે.

સોડા વોટર પણ પીવુ જોઈએ 

સોડા વોટર સેલ્ટજર વૉટર એક પ્રકારનુ સોડા વૉટર જ છે. જેને સ્પાર્કલિંગ વૉટર પણ કહેવામાં આવે છે. સાદા પાણીની જેમ સેલ્ટજર પાણીમાં કેલેરી, કાર્બ્સ અને ખાંડ હોતી નથી. ડાયાબિટીસ ગ્રસ્ત દર્દીઓએ આ પાણીને પીવાનુ શરૂ કરવુ જોઈએ. આ શરીરમાં હેલ્ધી બ્લડ શુગર લેવલ મેન્ટેન કરવામાં મદદ કરે છે. 

ગ્રીન ટીના સેવનથી ટાઈપ 2 ડાયાબિટીસ નથી થતુ 

ગ્રીન ટીના દરરોજ સેવનથી ટાઈપ 2 ડાયાબિટીસની આશંકા ઓછી થાય છે. ગ્રીન ટીની સાથે બ્લેક, વ્હાઈટ અથવા હર્બલ ટી પણ પી શકાય છે. ગ્રીન ટી ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સાથે તેનાથી અન્ય શારીરીક ફાયદા પણ થાય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Diabetic Patients Drinks for Diabetes diabetes health tips Drinks for Diabetes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ