ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આજના સમયગાળામાં બાજરાના રોટલા ભાગ્યે જ કોઇ સ્થળે બનતા હશે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાના રોટલા બનાવવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
હાર્ટ માટે ગુણકારી
ADVERTISEMENT
બાજરીના રોટલા શિયાળામાં હાર્ટના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધિત બિમારીઓ થવાનો ખતરો ઘટે છે. તેમાં રહેલુ પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.
નાહવા માટે પણ છે ઉપયોગી
ADVERTISEMENT
બાજરીના લોટથી નાહવાથી શરીર પરની ચમકના વધારો થાય છે. ગામડામાં ચણાના લોટની સાથે બાજરીના લોટનું પણ મહત્વ છે. ખાસ કરીને ગુમડા પર પણ બાજરીનો લોટ લગાડવાથી રાહત થાય છે. નાના બાળકને અઠવાડિયે એક વખત બાજરીના લોટથી જરૂર સ્નાન કરાવવું જોઇએ.
ADVERTISEMENT
જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે.
જીવલેણ રોગ દૂર કરવામાં સહાયરૂપ
ADVERTISEMENT
કેન્સર જેવી જીવલેણ બિમારીનું નિદાન કરવા માટે બાજરી ખૂબ જ લાભદાયી છે. બાજરીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે. આ ઉપરાંત કેન્સર જેવા જીવલેણ રોગને દૂર કરવામાં પણ સહાયરૂપ બને છે.
નવી ઉર્જાનો થાય સંચાર
ADVERTISEMENT
બાજરી શરીરમાં નવી ઉર્જા સંચાર કરવા માટેનો એક શ્રેષ્ઠ સ્ત્રોત ગણવામાં આવે છે. બાજરીની અંદર મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ગુણો સમાયેલા છે. જે તમારા શરીરને આખો દિવસ ઉર્જાથી ભરપૂર રાખે છે અને શરીરને બળવાન બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT